મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
– રઘુવીર ચૌધરી

ઠુમરી – નયન દેસાઈ

ઢળતી બેલા પીળા પાને કાગળ આવ્યા આયે ન બાલમ;
કા કરું સજની હમને દિલનો દીપ જલાવ્યા આયે ન બાલમ.

ચાર દીવાલોની બગિયાંમાં ઝૂલત એકલતાનો ઝૂલો;
બાબુલ મોરા સુખી ડારન પે ફૂલ લગાવ્યા આયે ન બાલમ.

આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.

સંગ હમારે પડછાયો ખેલાત હૈ હમ તો ઊબ ગઈ સજની;
ઈક ઈક પલ દસ્તકમેં હમને દાવ લગાવ્યા આયે ન બાલમ.

સાંજ હૂઈ ઔર કાંચ કા સૂરજ રાત કે આંગન શીશ પછાડે;
છત પૈ જૂઠી ભોર ભઈ ઔર કાગ ઉડાવ્યા આયે ન બાલમ.

શ્વાસની ઠુમરી ગાતાં ગાતાં છેલ્લી થાય હૂઈ હૈયા પર;
ચાર કહારોં કે કંધે પર રાગ સજાવ્યા આયે ન બાલમ.

– નયન દેસાઈ

નવતર પ્રયોગ !!!!!!!

3 Comments »

  1. JAFFER said,

    March 7, 2018 @ 5:53 AM

    બહુજ મજા આવિ

  2. JAFFER said,

    March 7, 2018 @ 5:55 AM

    તુ ના આયે બાલમ સવન બિત જયે

  3. Neetin D Vyas said,

    March 7, 2018 @ 10:54 AM

    ગુજરાતી અને હિન્દી મિશ્રિત ઠુમરી વાંચવાની મજા આવી, ઉસ્તાદ બડે ગુલામ અલીખાન આજે હયાત હોટ તો કવિને જરૂર અભિનંદન આપતે, ધન્યવાદ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment