આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતરશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
ગની દહીંવાલા

મોજું સભાનતાનું – જવાહર બક્ષી

દર્પણ બિચારું કૈં કરી શકતું નથી હવે
અંધારે એના ચ્હેરા બદલતું નથી હવે

આંખોને ઢાળી હું હવે આપું છું આવકાર
શણગાર એટલે કોઈ કરતું નથી હવે

આખો દિવસ હું એ જ ઘરે રહેતો હોઉં છું
આખો દિવસ એ ઘર રહી શકતું નથી હવે

તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે

શ્વાસોમાં વિસ્તરી છે ઘટાદાર સ્તબ્ધતા
શબ્દોનું એક ચકલું ફરકતું નથી હવે

– જવાહર બક્ષી

ઊંડાં ચિંતનની પળે આવું કૈક સર્જાતું હશે……ખાસ તો ત્રીજો અને ચોથો શેર

5 Comments »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    March 1, 2018 @ 1:52 AM

    જવાહર બક્ષી સાહેબની બધી ગઝલો બહુ અઘરી હોય છે, એક વખત વાંચીને. બે-ત્રણ વાર વાંચવાથી સમજાય છે એ પણ અલગ અર્થો સાથે.

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  2. સુરેશ જાની said,

    March 1, 2018 @ 8:40 AM

    રસ દર્શન કરાવો તો સમજાય !

  3. જયેન્દ્ર ઠાકર said,

    March 1, 2018 @ 1:05 PM

    જવાહર બક્ષી એક અલગ મીજાજનુ અસ્તીત્વ છે! ઉંડા અને અલગારી, એક ઘાયલ બિસ્મીલ બાબુ!

  4. ketan yajnik said,

    March 1, 2018 @ 6:19 PM

    ગમેી

  5. Dhaval said,

    March 2, 2018 @ 7:53 PM

    આખો દિવસ હું એ જ ઘરે રહેતો હોઉં છું
    આખો દિવસ એ ઘર રહી શકતું નથી હવે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment