કરુણાંત થઈ ચાલ્યા – મુકુલ ચોક્સી
લો આરંભે તમે પોતે જ એક કરુણાંત થઈ ચાલ્યા,
અમે પ્રહસન શરૂ કરવા ગયા ને શાંત થઈ ચાલ્યા.
આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે,
જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા !
સહજ કરવું પડ્યું પણ તે ક્ષણે અમને ખબર નહોતી,
કે આ તો આપવા જેવું કોઈ દ્રષ્ટાન્ત થઈ ચાલ્યા.
થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર !
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા.
– મુકુલ ચોક્સી
આ કવિની સિદ્ધહસ્તતા જોઈને કાયમ રંજ થાય કે ગુજરાતી કાવ્યજગતને કેટલું પારાવાર નુકસાન થયું છે તેઓના શસ્ત્રત્યાગથી !!!!!
જગદીશ કરંગીયા ‘સમય’ said,
February 13, 2018 @ 4:46 AM
વાહ!! શું કાફિયા પસંદ કર્યા છે!!
પ્રહસન ~ https://goo.gl/mV14ob
નિભ્રાંત ~ https://goo.gl/yWN71o
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
ધવલ said,
February 13, 2018 @ 10:03 AM
થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર !
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા.
– સરસ !
yogesh shukla said,
February 13, 2018 @ 2:42 PM
સરસ રચના ,…
સુરેશ જાની said,
February 13, 2018 @ 7:01 PM
ભલે તેમણે શસ્ત્ર સન્યાસ લીધો હોય, એમના વિશે જાણ તમે અહીં કરવામાં મદદ કરો તો?
https://sureshbjani.wordpress.com/index/
જગદીશ કરંગીયા ‘સમય’ said,
February 15, 2018 @ 4:54 AM
વાહ કચ્છી ગઝલ!!
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com