ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર

માગે છે – અમર પાલનપુરી

તમારી આંખડી કાજળ તણો શણગાર માગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માગે છે

કોઈ મારી કબરને ઝુલ્ફની છાયામાં સંતાડો
કે આ જાલિમ જગત મારા જીવનનો સાર માગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

મહોબત છેડ એવા સૂર કે તડપી ઉઠે બેઉ
નયન દીપકને ઝંખે છે ને હૈયું મલ્હાર માગે છે

નયન જેમ જ અમારા કાન પણ છે પ્રેમના તરસ્યા
કે હર પગરવમાં તુજ પાયલ તણો ઝણકાર માગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માગે છે

અમરનું મોત ચાહનારા લઈ લો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માગે છે

– અમર પાલનપુરી

[ સૌજન્ય :- શાંતિબેન તન્ના – U K તેમજ ટહુકો.કૉમ ]

બીજો અને ત્રીજો શેર જુદા જુદા સૉર્સમાં થોડા અલગ છે તેથી બંને વરઝ્ન મૂક્યા છે….ભાવાર્થ લગભગ સમાન છે. સમગ્ર ગઝલ અમરભાઈની લાક્ષણિક શૈલી સુપેરે પ્રદર્શિત કરે છે.

4 Comments »

  1. સુરેશ જાની said,

    February 7, 2018 @ 8:37 AM

    ઘણા વર્ષ પહેલાં આ ગઝલ મ.ઉ. ના સ્વરમાં સાંભળી હતી. ટહૂકા પરની પોસ્ટની લિન્ક આપી હોત તો?
    —————-
    કવિનો પરિચય બનાવવા મદદ કરશો?

  2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    February 7, 2018 @ 8:12 PM

    એકથી એક ચડિયાતા શેર.
    અતિ સુંદર ગઝલ.

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  3. સુરેશ જાની said,

    February 8, 2018 @ 10:17 AM

    ‘અમર’ પાલન પુરી – મૂળ નામ પ્રવીણ મણીલાલ મહેતા

    https://sureshbjani.wordpress.com/2018/02/07/amar-palanpuri/

  4. Maheshchandra Naik said,

    February 8, 2018 @ 3:18 PM

    સરસ,સરસ,
    બધા જ શેર લાજવાબ…..કવિશ્રી અમરભાઈ ને અભિનદન…….
    આપનો આભાર્…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment