- કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને.
રમેશ પારેખ

નામ લખીને – મુકેશ જોષી

નામ લખીને તારું એની આજુબાજુ
કૂંડાળાં કરવાની મુજને ટેવ પડી છે
અને પછી કૂંડાળાંની ખાલી જગ્યામાં
ડૂસકાંઓ ભરવાની મુજને ટેવ પડી છે.

તારી માંહે સૂરજ જેવું કંઈક ચળકતું એવું કે
મુજ છાતીમાંની ધરતી જોને ચાકગતિથી ફરતી
અને પછી મુજ આંખોનાં બદલાતાં જાતાં
નક્ષત્રોની ગતિ ઉપરથી સ્વપ્નાંઓની રાશિ પડતી
આભ લખીને તારું એની આજુબાજુ
તારા થઈ ખરવાની મુજને ટેવ પડી છે … નામ લખીને-

તને સ્પર્શવા હાથ મહીંની રેખા લઈને દોડું તોય
મને ઘેરતા વલયકોશને કેમ કરીને તોડું
તારી મારી વચ્ચે રહેતા અંતરની ત્રિજ્યાઓ લઈને
કેટકેટલા જન્મોના હું ગોળ-ગોળ નિસાસા દોરું
આગ લખીને તારી એની આજુબાજુ
ઘાસ થઈ બળવાની મુજને ટેવ પડી છે … નામ લખીને-

– મુકેશ જોષી

7 Comments »

  1. praheladbhai prajapati said,

    January 17, 2018 @ 4:35 AM

    સરસ

  2. Shivani Shah said,

    January 17, 2018 @ 5:25 AM

    ‘કૂવા કાંઠે ઠિકરી ઘસી ઉજળી થાય…’

  3. SARYU PARIKH said,

    January 17, 2018 @ 11:21 AM

    મુકેશભાઈ,
    સરસ રચના. Poetry festival 2012!… મળ્યાને વર્ષો થઈ ગયા.
    Have creative days.
    સરયૂ પરીખ્

  4. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    January 17, 2018 @ 8:35 PM

    ખગોળીય અને ભૂમિતિમય ગીત..

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  5. Shivani Shah said,

    January 19, 2018 @ 12:08 AM

    ‘પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
    ટોડલે બેઠી હતી અવઢવ કોઈ’

    આ શેર ખૂબ ગમ્યો. કલરવ / chirping is not a momentary sound. .it is always there either in one or another part of the world. Because of one’s own limitations one can not hear it all the time. Limitations can be varied.
    Now about the indecisive bird perched on a branch :
    There can be several reasons for the bird appearing to be અવઢવ. Let the bird see light, chirp and then it will have desire to explore…perceived or real, visible or invisible, cages are of no use..

  6. સુરેશ જાની said,

    January 20, 2018 @ 12:27 PM

    શૂન્ય થયા વિના ત્રિજ્યા શૂન્ય ન થાય.

  7. suresh shah said,

    January 23, 2018 @ 2:09 AM

    Bahu saras ‘
    enjoyed.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment