આગળ જઈએ – સુનીલ શાહ
એવું થોડું છે, દોડીને આગળ જઈએ?
ચાલીને, થોડું અટકીને આગળ જઈએ.
એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
એમ બને, એ સાથે આવે, ના પણ આવે,
બૂમ જરા એને પાડીને આગળ જઈએ.
એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સ્હેજ જગા એની છોડીને આગળ જઈએ
કોઈ હતાશા લઈ પાછળ પાછળ આવે છે,
સ્મિત સમા પગલાં પાડીને આગળ જઈએ.
– સુનીલ શાહ
સરળ અને સહજ ભાષામાં મજાની વાત કરતી નખશિખ આસ્વાદ્ય અને સંપૂર્ણ ‘પોઝિટીવ’ ગઝલ… શૈલી એવી કે તરત મરીઝ યાદ આવે…
Chitralekha Majmudar said,
December 23, 2017 @ 3:57 AM
Very likable poem.
Pravin Shah said,
December 23, 2017 @ 4:11 AM
આ માણીને આગળ જઈઍ.
Rohit kapadia said,
December 23, 2017 @ 4:24 AM
સ્વીકારને સહજ બનાવી આગળ વધવાની વાત ખૂબ જ સુંદર. ધન્યવાદ.
Chetna said,
December 23, 2017 @ 4:39 AM
સુંદર ગઝલ.
Jayendra Thakar said,
December 23, 2017 @ 10:00 AM
Waqt ke saath saath chalata rahe
Yahin behatar hai aadami ke liye
Waqt rukata nahi kisi ke liye
Na mohabbat na dosti ke liye
Waqt rukata nahi kisi ke liye
Rekha Sindhal said,
December 23, 2017 @ 10:02 AM
Waah khub saras
La Kant Thakkar said,
December 23, 2017 @ 11:19 AM
વાત આગળ ધપવાની.બીજાનો વિચાર પણ ખરો!
સગવડની કમી ચલાવી લઈને,થોડીક બાધા-અડચણ આવે તો,તેનેય સ્વીકારવાનો વિધાયક અભિગમ પણ ખરો. સ્મિતની સંજીવની પાછળ આવનારને માટે !
વાહ!! લવેબલ !!!
La Kant Thakkar said,
December 23, 2017 @ 11:26 AM
એકંદરે લવેબલ ! આગળ વધવાની વાત,બીજાનો વિચાર,સસ્મિત સંજીવની પાછળ આવનારને માટે સરસ
MAHESHCHANDRA NAIK said,
December 23, 2017 @ 4:53 PM
સરસ,સરસ,સરસ……ગઝલ
આગળ ચાલવાની વાત એ જ બહુ મોટી વાત કહેવાય અને એ પણ ગઝલ રુપે,
કવિશ્રીને અભિનંદન અને આપનો આભાર્……
જગદીશ કરંગીયા ‘સમય’ said,
December 23, 2017 @ 9:36 PM
વાહ અતિ સુંદર !!
yogesh shukla said,
December 26, 2017 @ 7:29 PM
સુંદર ગઝલ
yogesh shukla said,
January 10, 2018 @ 2:49 PM
સરસ મઝાનો સંદેશ સાથે ની રચના ,
કવિ હંમેશા વ્યસ્ત રહે છે પૂજા ,અર્ચના