વ્યક્તમધ્ય – જવાહર બક્ષી
જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ
મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ
કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ
ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ
પળભર મળ્યાં છે મેઘધનુ રંગ–રૂપ નાં
કાજળ ન આંજ હમણાં…આ પળમાં વહી જઈશ
– જવાહર બક્ષી
ગઝલનું શીર્ષક અત્યંત સૂચક છે- ભગવદ્દગીતાનો બીજો અધ્યાય – શ્લોક 28:-
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥ 2.28॥
All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when they are annihilated. So what need is there for lamentation?
સુરેશ જાની said,
November 15, 2017 @ 8:53 PM
જ.બ. એ કદાચ એક જ કાવ્ય સંગ્રહ લખ્યો છે, અને તે પણ લખવાની શરૂઆત કર્યા પછી ઘણાં વર્ષો બાદ. એમણે પ્રયોગો પણ ઘણા કર્યા છે.
કદાચ હવે એ ગઝલ જેવું જીવે છે !
એમનો સંગ્રહ – રસિકો માટે ઓન લાઈન…
http://gujlit.com/book-details.php?bId=23&name=%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%20%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%20(%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9)%20%E2%80%93%20%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%20%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80
suresh shah said,
November 16, 2017 @ 12:42 AM
enjoyed.
excellent kampan.
tame aa pal ma vahi nahi jasho.
kayam yaad raheso.
Bahu Saras.
Keep it up.
Girish popat said,
December 18, 2017 @ 11:47 PM
વાહ