જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
- વિવેક મનહર ટેલર

તારી ગલી સુધી – હરિશ્ચંદ્ર જોશી

નક્શા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં
રસ્તા તો એનાં એ જ છે ચરણો નવાં નવાં

આ રેતના નગરમાં વિહ્વળ તમામ આંખ
મૃગજળ તો એનાં એ જ છે હરણો નવાં નવાં

જીવનને જરી જાણ્યું, ન જાણ્યું- પૂરું થતું
ડાઘુ તો એનાં એ જ છે મરણો નવાં નવાં

વાસંતી વસ્ત્ર ઓઢે કે પહેરે નવી હવા
વૃક્ષો તો એનાં એ જ છે પરણો નવાં નવાં

શ્રદ્ધાને સાચવી રહ્યું આંગળ યુગો પછીય
મંત્રો તો એનાં એ જ છે શ્રમણો નવાં નવાં

ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં
સિક્કા તો એનાં એ જ છે ચલણો નવાં નવાં

નીકળ્યો હરીશ પહોંચવા તારી ગલી સુધી
નક્શા તો એનાં એ જ છે ભ્રમણો નવાં નવાં

– હરિશ્ચંદ્ર જોશી

સહજ, સુંદર…

6 Comments »

  1. AMIT SHAH said,

    November 9, 2017 @ 5:22 AM

    જીવનને જરી જાણ્યું, ન જાણ્યું- પૂરું થતું
    ડાઘુ તો એનાં એ જ છે મરણો નવાં નવાં

    વાહ વાહ

  2. Pravin Shah said,

    November 9, 2017 @ 7:04 AM

    ખૂબ ગમ્યુ.

    પુસ્તક તો એનુ એજ, પણ પ્રકરણ નવા નવા !

  3. Sureshkumar Vithalani said,

    November 9, 2017 @ 7:39 AM

    .અત્યંત સુંદર રચના. કવિશ્રીને અભિનંદન.

  4. સુરેશ જાની said,

    November 9, 2017 @ 8:31 AM

    બહુ જ સરસ . એકે એક શેર ચોટ આપી જાય છે.

    નક્શા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં
    શરૂઆત અને અંત બન્ને માં આ પંક્તિનો ઉપયોગ ગઝલને એક નવો લિબાસ આપી જાય છે.

  5. લતા હિરાણી said,

    November 11, 2017 @ 1:46 AM

    આ રેતના નગરમાં વિહ્વળ તમામ આંખ
    મૃગજળ તો એનાં એ જ છે હરણો નવાં નવાં

    આ શેર વધુ ગમ્યો.

  6. લલિત ત્રિવેદી said,

    November 14, 2017 @ 12:48 PM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment