ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.
તેજસ દવે

પડઘાનું શહેર છે – જવાહર બક્ષી

પળપળ પડે ને ઊઘડે પર્દાનું શ્હેર છે
અદૃશ્યતાના અવનવા  ચહેરાનું શ્હેર છે

સાચાં જ પાડવા હોત તો એક જ ઉપાય છે
આંખો ઉઘાડી રાખ કે સપનાંનું શ્હેર છે

છે રાતભર આ રેશમી વૈભવ ભીનાશનો
ઝાકળ છું ફૂલ પર અને તડકાનું શ્હેર છે

માણું છું ઠાઠમાઠ તણખલાના મ્હેલમાં
ચારે તરફ પવન અને તણખાનું શ્હેર છે

અહીં એક અવાજ થાય તો હદપારની સજા
સાથે સ્મરણ છે બોલકાં… પડઘાનું શ્હેર છે

– જવાહર બક્ષી

શ્હેર નામનો સતત ખૂંચ્યા કરતો જોડો – જે ન કાઢી શકાય અને ન પહેરી શકાય – એવી અવસ્થાને વર્ણવતી ગઝલ.

6 Comments »

  1. દક્ષેશ said,

    January 6, 2009 @ 11:46 PM

    માણું છું ઠાઠમાઠ તણખલાના મ્હેલમાં
    ચારે તરફ પવન અને તણખાનું શ્હેર છે

    અહીં એક અવાજ થાય તો હદપારની સજા
    સાથે સ્મરણ છે બોલકાં… પડઘાનું શ્હેર છે

    વાહ … એક તરફ મસ્તી અને બીજી બાજુ અનિશ્ચિતતા … બંનેની વચ્ચે વહેતું જીવન … મોકળાશને મારીને જીવાતી જિંદગીને કેટલી સુંદર રીતે વર્ણવી છે…મજા આવી ગઈ.

  2. વિવેક said,

    January 7, 2009 @ 2:09 AM

    સુંદર મજાની ગઝલ… તોલી તોલીને શબ્દ વાપરતા ગઝલકારોમાંના એક એટલે જવાહર બક્ષી…

  3. Navaldan Rohadia said,

    January 7, 2009 @ 8:44 AM

    કવિએ શહેરને ચારે દિશાએથી માપીને લ્ખી હશે અ ગઝલ.
    તારા વિનાના આ શહેરમાં મને ફાવતુ નથી,
    ખુલ્લાછે હવે દ્વાર પણ કોઇ આવતું નથી;
    તેં એવીતે શી લિધી અલવિદા એ દોસ્ત,
    કે, મહેફીલમાં કોઇ હવે બોલાવતું નથી.
    -‘મસ્ત’ ગઢવી

  4. pragnaju said,

    January 7, 2009 @ 11:44 AM

    ખુબ સરસ ગઝલ
    અહીં એક અવાજ થાય તો હદપારની સજા
    સાથે સ્મરણ છે બોલકાં… પડઘાનું શ્હેર છે
    વાહ્
    સમયનો ભાર ઝીલીને થયા ખાંગા બધા કિલ્લા
    ન ર વ ખં ડે ર ના પડઘા હજી વર્ષો સુધી રે‘શે

  5. sudhir patel said,

    January 7, 2009 @ 5:18 PM

    સુંદર ગઝલ! દરેક શેર માણવા યોગ્ય છે!
    સરસ ગઝલ મૂકવા બદલ આભાર, ધવલભાઈ!
    સુધીર પટેલ.

  6. ડો.મહેશ રાવલ said,

    January 9, 2009 @ 1:05 PM

    આમ તો આખેઆખી ગઝલ સળંગ,સારી જ છે પણ દરેક ભાવકની રૂચિ અલગ-અલગ હોઇ શકે, એ હિસાબે આ શૅર વધુ ગમ્યો…..

    છે રાતભર આ રેશમી વૈભવ ભીનાશનો
    ઝાકળ છું ફૂલ પર અને તડકાનું શ્હેર છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment