હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

(હાથમાં) – આદિલ મન્સૂરી

હોય શું બીજું તો ખાલી હાથમાં
ખાલીપો ખખડે સવાલી હાથમાં

હોઠ પર દરિયો ઘૂઘવતો પ્યાસનો
કાચની એક ખાલી પ્યાલી હાથમાં

ભાગ્યરેખા હાથથી સરકી ગઈ
રહી ગઈ બસ પાયમાલી હાથમાં

હાથમાં ફીકાશ વધતી જાય છે
ક્યાંથી આવે પાછી લાલી હાથમાં

હાથ એનો હાથતાલી દૈ ગયો
ને હવે પડઘાય તાલી હાથમાં

એક છાયા રાતભર ઘૂમે અહીં
ચાંદનીનો હાથ ઝાલી હાથમાં

– આદિલ મન્સૂરી

સરળ-સહજ-સુંદર…

2 Comments »

  1. સુરેશ જાની said,

    October 26, 2017 @ 12:18 PM

    સરસ , અર્ત સભર કલ્પનાઓ
    સવાલી શબ્દ નવો લાગ્યો – લેક્સિકોનને પૂછ્યું અને પટ જવાબ મળ્યો –
    સવાલ નાખી ભીખ માગનાર
    અને આની પરથી તો એક સરસ મઝાનું અવલોકન ‘આવું? આવું? ‘ કરી રહ્યું છે !
    ———-
    ભાગ્ય રેખા
    હતી ભાગ્ય રેખા, ભૂંસાઈ ગઈ.
    નવી ક્યાંથી લાવું? ખરાં છો તમે !
    – કૈલાસ પંડિત
    એક ટહેલ …..
    કોઈ એમના પરિચય માટે વિગતો આપશે?

  2. સુરેશ જાની said,

    October 26, 2017 @ 12:19 PM

    સોરી… અર્થસભર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment