રહેવા દે – હિતેન આનંદપરા
બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા
પહેલો અને ચોથો શેર મને આ ગઝલ મૂકવા ઉત્સાહિત કરી ગયા…..
સુરેશ જાની said,
October 10, 2017 @ 8:39 AM
બહુ જ સરસ ગઝલ. બધા શેર ચોટ દાર છે. પણ આ જરા વધારે ગમ્યો …
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
———–
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
અને આ શેર યાદ આવી ગયો …..
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ ‘કેમ છો?’
એને આખી કહાણી સુણાવી દીધી.
chandresh said,
October 10, 2017 @ 9:06 AM
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.
સરસ
Shivani Shah said,
October 10, 2017 @ 12:45 PM
આ કાવ્ય સમજાતું નથી. જો લયસ્તરો પર ન મૂકાયું હોય તો કોઈ વાર અનુકૂળ હોય તો રસદર્શન કરાવશો એવી request.
મકરન્દ દવે – હવે કેટલો વખત
Posted in કવિતા (kavita) – November 3, 2016 – 0 Comment
મકરંદ દવે (Makrand Dave)
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.
પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.
ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.
રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત
છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત
પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત
અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.
પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત
– મકરન્દ દવે (Makrand Dave –
SARYU PARIKH said,
October 10, 2017 @ 2:32 PM
વાહ! ખૂબ સરસ, સરળ રચના.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.
સરયૂ પરીખ
સુરેશ જાની said,
October 10, 2017 @ 6:13 PM
કેટલો વખત……
કદાચ, ગઝલના બધા શેર મૃત્યુ વિશે લાગે છે.
pragnaju said,
October 10, 2017 @ 6:40 PM
આ ગઝલ માણો
સાથે ગણગણાવશો
રસની અનુભૂતી કરશો
AUTOPLAY
10:31
Gazal Tara badhuj zaldi shikhavvana aayaz rehva de by Aishvariya Majmudar
Kaajal Oza Vaidya FanClub
1.1K views
aa nathi kaain taaru kaam rehva de-આ નથી કંઈ તારું કામ રેહવા દે- Alaap Desai
tia joshi
•
139 views
5 months ago
આ નથી કંઈ તારું કામ રેહવા દે પ્રેમનાં ગામે મુકામ રેહવા દે સ્વર :- આલાપ દેસાઈ…
pragnaju said,
October 10, 2017 @ 6:47 PM
માફ કરજો યુ ટ્યુબ બરોબર મૂકાઇ નથી
યુટ્યુબ પર કોપી પેસ્ટ કરી
બન્ને ગાયકોને માણશો
MAHESHCHANDRA NAIK said,
October 10, 2017 @ 10:05 PM
સરસ,સરસ,સરસ…….બધા જ શેર મનભાવન અને અર્થપુર્ણ……….કવિશ્રીને અભિનદન……
Shivani Shah said,
October 10, 2017 @ 11:33 PM
@સુરેશભાઈ જાની..thanks.
ઇંડામાં ઉડ્ડયન ?
……..ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત..??
તીર્થેશ said,
October 11, 2017 @ 7:41 AM
હવે કેટલો વખત – મકરન્દ દવે
January 12, 2010 at 11:53 pm by ધવલ · Filed under ગઝલ, મકરન્દ દવે
Shivani Shah said,
October 11, 2017 @ 9:26 AM
Thanks Tirtheshbhai ! Will look it up.