પોટલાં ક્યારેય ઊંચક્તો પવન ?
બોજને બાળી-પ્રજાળીને ઊડો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઢીંચણ પર માખી – રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ.
એની પર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.

આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે !
મને થાય છેઃ
ચોકની માટીમાં રગડપગડ આળોટું.
પણ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી ?
આજે કામ બામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.

આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

– રાવજી પટેલ

એક તદ્દન સહજ-સામાન્ય ઘટનામાંથી કાવ્ય અને તે પણ આવું અદભૂત કરુણરસનું કાવ્ય માત્ર અને માત્ર રાવજી જ સર્જી શકે… હળવા ઉપાડ સાથે આરંભાતું કાવ્ય આગળ વધે છે તેમ ઘેરા વિષાદનો રંગ પકડે છે અને એક સાચા ‘જૉકર’ ની જેમ હસતા-હસાવતા રડાવી દે છે…..

3 Comments »

  1. Jaffer Kassam said,

    October 3, 2017 @ 5:34 AM

    બહુજ સરસ્

  2. Jayendra Thakar said,

    October 3, 2017 @ 1:47 PM

    ખરેખર, આ એક અદ્ ભુત ક્રુતિ છે! કવિ કેટલો એકલો અટુલો છે કે એક માખી જેવું જંતુ પણ તેનીે એકલતાનો સહારો બની જાય છે!

  3. Neekita said,

    October 11, 2017 @ 6:10 AM

    મા કસમ રાવજી રડાવી દે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment