તારો વિયોગ – જવાહર બક્ષી
તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે
તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સુઈ ગયું હશે
તારો વિયોગ ધુમ્ર થઈ આંખ ચોળશે
જયારે સુરજ નાં આવેલા સ્વપનોને બાળશે
તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકી ને થાકશે
તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે
– જવાહર બક્ષી
પરંપરાગત વિષય હોય છતાં શાયર દમદાર હોય તો કેવું સરસ સર્જન થઇ શકતું હોય છે !!
Kanankumar Trivedi said,
August 28, 2017 @ 4:58 AM
અદ્ભૂત શબ્દરચના…વાહ
ketan yajnik said,
August 28, 2017 @ 11:49 AM
કોઈ સવાલ જ નથી
Sur Sangat said,
August 29, 2017 @ 7:15 PM
કુમુદિ મુન્ન્શિ ના સ્વરમા આ ગઝલ ;
http://sursangat.com/index.php?showtopic=803&st=240&gopid=19403&#entry19403
વિવેક said,
August 31, 2017 @ 9:49 AM
@ સૂર સંગત:
આભાર…