બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં – રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ. વિવેક મનહર ટેલર)
કોનાં છે આ વન ? હું માનું, મને જાણ છે,
પણ એનું તો પણે ગામમાં, રહેઠાણ છે.
જોતો એના વન ભરાતાં હિમવર્ષાથી
મને થોભતો એ ક્યાં જોશે? એ અજાણ છે.
નાના મારા અશ્વને એ લાગશે વિચિત્ર નક્કી
ત્યાં જઈ થંભવું, જ્યાં નજીકમાં ઘર ના કોઈ
વન અને આ થીજી ગયેલા તળાવ વચ્ચે,
વર્ષ આખાની સૌથી કાળી સાંજ ઝળુંબતી.
જરા હલાવી ધુરા ઉપરની ઘંટડીઓને
ક્યાંક કશી કંઈ ભૂલ નથી ને? – એ પૂછે છે
હિમ-ફરફર ને હળવે વાતી મંદ હવાના
અવાજ સિવાય બીજા અહીં કો’ અવાજ ક્યાં છે?
વન છે કેવાં પ્યારાં-પ્યારાં, ગાઢ ને ઊંડા,
પણ મારે તો વચન દીધાં તે નિભાવવાના
અને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં
અને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં
– રૉબર્ટ ફ્રોસ્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
રૉબર્ટ ફ્રોસ્ટ. એક નહીં, બે નહીં, ચાર-ચાર વાર પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. ૪૦થી વધુ માનદ્ પદવીઓ. અનધિકૃત રીતે તેઓ અમેરિકાના રાજકવિ હતા. એક જીવંત પાઠશાળા બનીને જીવ્યા. સદીના શ્રેષ્ઠ અમેરિકન કવિ ગણાયા. કવિતામાં સંદિગ્ધતા એ ફ્રોસ્ટનો સિક્કો છે. એમની કવિતામાં હંમેશા એક પડની નીચેથી બીજું પડ નીકળે છે. એમની કવિતામાં પણ ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ પર ચાલવાની જ મજા છે. જે કવિતાને ફ્રૉસ્ટે ખુદ ‘યાદગીરી માટેની મારી શ્રેષ્ઠ બોલી’ ગણાવી છે, જવાહરલાલ નહેરુના તકિયા પાસે જે કવિતાની આખરી ચાર પંક્તિઓ એમના દેહાવસાનના સમયે પણ હાજર હતી, જે કવિતાનો અનુવાદ મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશી પણ કરી ચૂક્યા છે એ કવિતા આજે નવા અનુવાદ સાથે આપ સહુ માટે રજૂ કરું છું.
ઉમાશંકર જોશીનો અનુવાદ પણ જરૂર જોજો.
*
Stopping by Woods on a Snowy Evening
Whose woods these are I think I know.
His house is in the village though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.
– Robert Frost
Shivani Shah said,
August 26, 2017 @ 5:44 AM
વાહ લયસ્તરો !
Frost ની આ કાવ્યની છેલ્લી ચાર પંક્તિઓ વર્ષો પહેલાં સાંભળી હતી…આજે આખું કાવ્ય અંગ્રેજીમાં એના મૂળ સ્વરૂપે અને તેના બે સુંદર ગુજરાતી અનુવાદ સાથે વાંચવાની ખૂબ મઝા આવી. બેઉ versionના રસદર્શન તો interesting છે જ અને Susan Jeffers એ કાવ્યને આધારે કરેલા paintings ની link
તો જણે અણધાર્યુ , દસ ગણું દીવાળીનું bonus મળે એટલું કે કદાચ એનાથી અનેકગણું વધુ આનંદદાઇ છે. Thank you Layastaro ! ( the recollection of my dad reciting those last four lines of the poem brings back the happy memory of my teenage days ! )
વિવેક said,
August 26, 2017 @ 8:06 AM
@ શિવાની શાહ:
આપના પ્રતિભાવ પ્રોત્સાહક હોય છે. જે ઊંડાણથી અને રસપૂર્વક આપ મૂળ પોસ્ટ, સાથે આપેલી લિન્ક અને એ લિન્ક સાથેની પેટાલિન્કનો અભ્યાસ કરો છો એ જોઈને જ અમારી મહેનત સાર્થક થઈ જતી હોવાનું અનુભવાય છે… ખૂબ ખૂબ આભાર…
Shivani Shah said,
August 26, 2017 @ 6:01 PM
Vivekbhai, thanks for the kind words.
Neetin Vyas said,
August 26, 2017 @ 8:56 PM
Your selection of Fost’s most loved poem shows your high tests. Besides, translation in Gujarati proves that you are equally good poet> Of course, that is what you are.
Congratulations,
વિવેક said,
August 27, 2017 @ 1:30 AM
આભાર, નીતિનભાઈ…
આભાર, શિવાની
Poonam said,
August 28, 2017 @ 6:03 AM
Rajkavi Pad par pad…👌🏻 tru…
વિવેક said,
August 29, 2017 @ 1:42 AM
આભાર, પૂનમ !
વિજય said,
December 10, 2023 @ 11:52 AM
ખૂબજ સરસ!!
હું આપને subscribe કરવાની link થી subscribe કરી નથી શકતો, તો જો આપને આ message થી વિનંતી છે કે આપના માં મને subscribe કરજો.