કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.
- સંજુ વાળા

વાત નથી – હરીન્દ્ર દવે

તમારી આંખથી ખરતા સમયની વાત નથી,
નથી, આ સૂર્યમાં તરતા સમયની વાત નથી.

બધુંયે ઓગળી ચાલ્યું ને આવી એકલતા,
ખુશીમાં ગુફતેગો કરતા સમયની વાત નથી.

સમય મળ્યો છે તો ચાલો સમય ભૂલી લઈએ,
ભલા, આ કાચથી સરતા સમયની વાત નથી.

થયો છું એટલો પાગલ કે સાનભાન નથી,
છતાં આ વાત ઊછરતા સમયની વાત નથી.

એ પાનપાનથી પહોંચ્યો છે ડાળ-ડાળ સુધી,
સવારસાંજમાં મરતા સમયની વાત નથી.

– હરીન્દ્ર દવે

સમયની વિભાવનાને લાગણીની ભીનાશથી ઝાંખેરી થઇ ગયેલી દ્રષ્ટિએ જોવાઈ છે……સમયને ફિલોસોફરની દ્રષ્ટિએ નહીં પણ મજનૂની દ્રષ્ટિ એ જોવાયો છે….

3 Comments »

  1. ketan yajnik said,

    August 21, 2017 @ 9:05 AM

    સ્દાબહાર્

  2. Jayendra Thakar said,

    August 21, 2017 @ 8:34 PM

    એ પાનપાનથી પહોંચ્યો છે ડાળ-ડાળ સુધી… વાત ઓટની છે, ભરતીની નથી. વાત ખોટની છે, મિલાપની નથી.

  3. વિવેક said,

    August 23, 2017 @ 2:14 AM

    મજાની રચના….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment