ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જવાહર બક્ષી

વિરહ – જવાહર બક્ષી

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં ?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં ?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.

– જવાહર બક્ષી

5 Comments »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    July 2, 2017 @ 11:11 PM

    જવાહર સાહેબની ગઝલોની વાત જ કંઈક ઓર હોય છે.
    @ લયસ્તરો – આભાર.
    જય ભારત.
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  2. ketan yajnik said,

    July 3, 2017 @ 8:54 AM

    તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
    દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે. ?

  3. Shivani Shah said,

    July 3, 2017 @ 11:39 AM

    ‘દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે’
    દીવાનું હોવું, ન-હોવું બધું એકસરખું જ નથી ? ચારે બાજુ ગાંધારી જેવો
    અંધાપો જ છે ને ?

  4. Dhaval Shah said,

    July 4, 2017 @ 9:01 AM

    તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
    દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.

    – સરસ !

  5. Rakesh Thakkar, Vapi said,

    July 4, 2017 @ 11:09 PM

    વાહ!
    ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં ?
    દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment