એવું નથી – ગૌરાંગ ઠાકર
બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.
પ્રભુ ! તને બધું સમજાઈ જાય એવું નથી.
પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.
તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.
જુઓને, હાથમાં અજવાળું કેવું ઝળહળે છે,
કલમથી એટલે છેડો ફડાય એવું નથી.
તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી.
– ગૌરાંગ ઠાકર
ketan yajnik said,
June 6, 2017 @ 5:58 AM
સમગ્ર ગઝલમાં પીડાનું સાતત્ય જળવાઈ રહ્યું છે. અભિનયનંદન
મે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.
Vineshchandra Chhotai said,
June 6, 2017 @ 8:00 AM
Very much realty of current situation
Jayendra Thakar said,
June 6, 2017 @ 11:08 AM
તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી.
સુંદર!
સુનીલ શાહ said,
June 6, 2017 @ 12:41 PM
સાદ્યંત સુંદર ગઝલ
Chitralekha Majmudar said,
June 6, 2017 @ 12:49 PM
Very good imagination and creativity.Nice poem.
Rohit kapadia said,
June 6, 2017 @ 7:10 PM
ડૂમાનો અનુવાદ આવડી જાય અને મૌનની ભાષા સમજાય જાય તો કહી શકાય કે – – – વેદના હંમેશા બોઝિલ હોય એવું નથી.
Suryakant Haria said,
June 7, 2017 @ 12:01 AM
અંદરની વેદનાનું વર્ણન કરવા કલમ કેવી સક્ષમ છે? ખરેખર, હૈયે વસી જાય તેવી સુંદર અભિવ્યક્તિ.
Maheshchandra Naik said,
June 7, 2017 @ 12:25 AM
સરસ,સરસ,સરસ…….
chandresh said,
June 7, 2017 @ 5:18 AM
પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.
સરસ
Gaurang Thaker said,
June 8, 2017 @ 2:54 AM
Thank you so much Laystaro, Tirtheshbhai and friends for their valuable comments.
Keyur said,
June 8, 2017 @ 3:17 AM
અતિ સુંદર ગૌરાંગ ભાઈ!!!
yogesh shukla said,
June 10, 2017 @ 9:49 PM
તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.
બહુજ સુંદર રચના ,
Ravindra panchal said,
June 14, 2017 @ 6:57 AM
અવર્ણનીય રચના, ખૂબ જ સુંદર !!!
Rina said,
July 11, 2017 @ 7:43 AM
Waahhhh