યુગોના વળગણોને છોડવામાં વાર લાગે છે,
જૂની હો તોય સાંકળ તોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

અનોખો તાલ રાખે છે – અમૃત ઘાયલ

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!

નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!

નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.

ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!

– અમૃત ઘાયલ

જૂનું એટલું સોનું.

(જઈફી= જૈફી, વૃદ્ધાવસ્થા)

5 Comments »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    June 8, 2017 @ 1:46 AM

    વાહ ‘ઘાયલ’ સાહેબ વાહ,

    કહેતા ફરે છે એ લોકોને કે મને સાવ ભૂલી ગયા,
    ને આજેય એ હાથમાં મારો રેશમી રૂમાલ રાખે છે.

    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com/

  2. Suresh Shah said,

    June 8, 2017 @ 4:41 AM

    છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે
    વાહ!

  3. Vineshchandra Chhotai said,

    June 8, 2017 @ 7:27 AM

    Amrut hair is the greatest n no body can beat him ,with prem n om ,my salutations to him

  4. સુનીલ શાહ said,

    June 8, 2017 @ 10:03 AM

    પાણીદાર ગઝલ

  5. અનિલ શાહ પુણે said,

    September 29, 2019 @ 10:10 AM

    ખૂબજ સુંદર મનોહર ગઝલ,દીલના તારી હલાવી નાખ્યા,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment