ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
ગની દહીંવાલા

(પસંદ કરી) – ઉદયન ઠક્કર

મેં પલાંઠી અચલ પસંદ કરી,
શ્વાસોએ દડમજલ પસંદ કરી.

કેટલે જાશો લાખા વણજારા?
સાંઢણીઓ વિકલ પસંદ કરી.

ઊભી પળપળ ધરીને વરમાળા,
ને અમે પણ સકલ પસંદ કરી.

આપણે ચેલકા હુડિનીના,
એટલેસ્તો ગઝલ પસંદ કરી!

સ્હેજ એવી ને સ્હેજ તેવી તું!
તોય અદલોઅદલ પસંદ કરી.

– ઉદયન ઠક્કર

આપણું ભીતર આપણા બહાર સાથે બહુધા તાલમેલ ધરાવતું નથી એમાંથી જ અશાંતિ ઉત્પન્ન થતી હોય છે. આપણી અંદર કોઈક ઠરીઠામ થઈ સ્થિર થવા ઇચ્છે છે પણ જિંદગી દડમજલના રસ્તે ઘસડી જાય છે. અશક્ત થઈ ગયેલી ઇચ્છાઓ લઈને આપણે ક્યાં સુધી પહોંચી શકીશું એ વાત લાખા વણજારાના ઐતિહાસિક પ્રતિક સાથે કવિએ સ-રસ સાંકળી છે. પણ ખરી કમાલ તો દુનિયામાં સર્વકાલીન શ્રેષ્ઠ જાદુગર ગણાતા હુડિનીના કમાલ સાથે ગઝલને juxtapose કરીને કરી છે. જીવનમાં જે ક્ષણ આવી એ તમામને વધાવી લેવાની વાત કરતો શેર તો શિરમોર થયો છે.

6 Comments »

  1. Pravin Shah said,

    April 27, 2017 @ 7:00 AM

    ખૂબ સુંદર રચના.. enjoyed all shers…

  2. Dr. Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

    April 27, 2017 @ 8:17 AM

    Waaah….. Uddayanbhai… Shabdo naa jaadugar che….
    Thanx Vivekbhai for sharing a nice Gazal

  3. Rakesh Thakkar, Vapi said,

    April 28, 2017 @ 1:27 AM

    વાહ! દરેક શેર દમદાર !
    આપણે ચેલકા હુડિનીના,
    એટલેસ્તો ગઝલ પસંદ કરી!

  4. આસિફખાણ said,

    April 29, 2017 @ 12:15 AM

    વાહહ
    સરસ

  5. udayan thakker said,

    April 29, 2017 @ 4:52 AM

    સાંઢણીઓ (એટલે કદાચ ઇંદ્રિયો) આપણા લાખેણા વણજારાને કેટલેક લઈ જઈ શકે? હુડિની-પગ બંધાયા હોવા છતાં- વસાયેલી પેટીમાંથી છટકી જતો. શેરના ચરણ પણ-રદીફ,કાફિયા વડે- બંધાયેલાં છે. છતાં આપણે કરતબ બતાવીએ છીએ, ખરુંને,વિવેક?

  6. વિવેક said,

    April 30, 2017 @ 1:48 AM

    સો ટકા સાચું, ઉદયનભાઈ…

    આપનો પ્રતિભાવ એ અમારો સાચો પુરસ્કાર છે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment