એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
હર્ષા દવે

તો, પપ્પા, હવે ફોન મૂકું ? – મનોહર ત્રિવેદી

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને   યે મૉજ  જરી આવે  તે  થયું મને !  STDની ડાળથી ટહૂકું…..

હૉસ્ટેલને ? …   હૉસ્ટેલ તો ફાવે છે….   જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું  લીધું ?… સ્કૂટરને ?… ભારે   ઉતાવળા… શમ્મુ  તો   કેતો’તો   ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી   તો   વાતુંનાં  ગાડાં   ભરાય : કહું  હાઈકુમાં … એટલે   કે   ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

– મનોહર ત્રિવેદી

ગીતો એટલે જાણે તળપદી ભાષા જ મીઠા લાગે એ વાત ખોટી છે. ગીત હોય મઝાનું તો ‘આજની ગુજરાતી’માં પણ એટલું જ મીઠુ લાગે. પોતે પપ્પાની પણ મમ્મી હોય એવી સ્ટાઈલથી વાત કરતી, દૂરથી ય ચિંતા કરે રાખતી, ફોન મૂકું મૂકું કહીને STDના મીટર ફેરવે રાખતી દિકરીની વાતો સ્વયંભૂ જ એક ગીત બની જાય છે.

19 Comments »

  1. Pinki said,

    December 30, 2008 @ 12:38 AM

    મારું પ્રિય ગીત…..
    તેમની રચના સરસ જ હોય છે….!!

    thanks, and belated happy birthday !!

  2. Jina said,

    December 30, 2008 @ 1:18 AM

    ખબર નહિ કેમ પણ આ ગીત વાંચીને આંખ ભીની થઈ ગઈ…

    (અરે હા, આપનો જન્મદિવસ છે તે હમણાં જ જાણ્યું…. વાંધો નહિ… દેર આયે દુરુસ્ત આયે… happy birthday!!)

  3. વિવેક said,

    December 30, 2008 @ 1:32 AM

    સાચે જ મસ્ત મજાનું અલ્લડ ગીત… આખું દૃશ્ય તાદૃશ થઈ ગયું… વાહ !

  4. Rajnikant Vyas said,

    December 30, 2008 @ 2:12 AM

    ખૂબ સરસ કાવ્ય. દીકરી દૂર બેઠી કેટલી ફીકર કરે છે. પોતા માટે કાઇ નથી માગતી. મા – બાપ ને ફીકર થાય તેવી એક પણ વાત નથી કરતી. આ તો દીકરી જ કરી શકે.

  5. Mustufa said,

    December 30, 2008 @ 4:10 AM

    Simply Outstanding

  6. Harshad Joshi said,

    December 30, 2008 @ 6:38 AM

    મારી બન્ને બસ આવુ જ કૈક હંમેશા બોલતી હોય છે.
    વાહ !

  7. Shah Pravinchandra Kasturchand said,

    December 30, 2008 @ 7:27 AM

    મનોહર ગીત !!!!

  8. preetam lakhlani said,

    December 30, 2008 @ 8:34 AM

    પ્રિય ધવલ ભાઈ,
    બસ દોસ્ત્ આનુ નામ જ ગીત્,બાકી ગાયન લખનાર નો તો રાફડો ફાતિયો ચે……,

  9. pragnaju said,

    December 30, 2008 @ 10:33 AM

    કેનેડા, અમેરિકા, આફ્રીકા અને ભારતમાંથી-
    ચાર દેશોમાંથી આવતી અનુભવવાણી
    પરમદિવસે પાછી આવશે આટલું તો અચુક કહેશે
    મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
    કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
    સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
    તો, પપ્પા, હવે ફોન મૂકું ?
    હવે તો ફોન સસ્તા થયાં છે-
    શાનો વઘાર કરવાનો તે પૂછાય છે!
    અસ્તુ કરીને જે દરેક પ્રસંગે અભિનંદન આપે
    તેને અભિનંદન મૉડા મૉડા મૉડા અભિનંદન

  10. Vijay Shah said,

    December 30, 2008 @ 10:49 AM

    સરસ ક્રુતિ…

  11. Navaldan Rokadia said,

    December 30, 2008 @ 11:07 AM

    આ કાવ્ય જુનૂછે.” હોસ્ટેલ” શબ્દની જ્ગ્યાએ “સાસરીયું” શબ્દ મુકીને ફરી પાછુ કાવ્ય વાંચો…

  12. Jayshree said,

    December 30, 2008 @ 12:32 PM

    આ ગીતની સાથે સાથે એક આખી વાર્તા સચવાયેલી છે મારી સ્મૃતિમાં..
    http://tahuko.com/?p=1346

    મારું ખૂબ મનગમતું ગીત.. જેટલીવાર વાંચુ એટલીવાર પપ્પા યાદ આવે, અને આંખો ભીની થઇ જાય.

  13. mahesh dalal said,

    December 30, 2008 @ 12:46 PM

    ભાઈ મનહ્રર્ નિ પેશગિ.,. વાહ , હઈયુ ભ્હઅરે કરિ ગઇ. મારો અનૅ ગૌ ત મી નો વાર્તા લાપ્..
    આવોજ કૈન્ક હોય ..

  14. Chandresh Thakpre said,

    December 30, 2008 @ 9:19 PM

    દિકરી જ આમ વાત કરી શકે! બાપ-દિકરીનો પારસ્પરિક પક્ષપાત ઘણો ગવાયો છે, પણ મા માટેની ચિંતા સુચવતા સોંસરવા ઉતરી જાય એવા શબ્દો (સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી…) એક દિકરી જ બોલી શકે! … ખુબ સુંદર ગીત્

  15. Mansi Shah said,

    December 31, 2008 @ 1:49 AM

    બે દિવસમાં અગણિત વાર વાંચી. જાણે મન ખેંચાઈને આ ગીત વાંચવાને પ્રેરતું હોય. અને જેટલીવાર વાંચી એટલીવાર આંખો ભીની થઈ ગઈ.

    અને એમાંય મમ્મીવાળી વાત…જગતની દરેક મમ્મીને લાગૂ પડતી હશે.

  16. RD said,

    December 31, 2008 @ 2:04 AM

    Why? Why do all literates,poets and authors have to be so true about these humane feelings? anyone who is missin his family while living away can identfy himself while reading this amazing piece of art!
    HATS OFF!

  17. Shailesh pandya BHINASH said,

    January 4, 2009 @ 2:57 AM

    nice,,,,,,very very nice……………

  18. panna said,

    January 6, 2009 @ 8:49 AM

    ગીત વાંચીને દિલ ભરાઈ આવ્યુ.પિયર યાદ આવ્યુ. હવે દિકરી મોટી થઈ,તે અમારી સંભાળ લેતી થઈ છે.તે સાસરે જશે ત્યારે તે અમારી આવીજ ફીકર કરશે.

  19. neerja said,

    October 20, 2011 @ 8:37 AM

    no words to express how touchy it was!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment