યાદી – અશ્વિની ધોંગડે
ચોખા પાંચ કિલો
ઘઉં દસ કિલો
ખાંડ દસ કિલો
ગોળ બે કિલો
દિવસે દિવસે ભાવ ભડકે બળે છે
યાદીમાં થોડી કાપકૂપ કરવી પડશે.
મગની દાળ ત્રણ કિલો
તુવેર દાળ બે કિલો
વીજળીનું બિલ ભરવાનું છે
એલ.આઇ.સી.નો ચેક લખવાનો છે.
સાબુના લાટા બે
જીરુ સો ગ્રામ
રાઇ એક કિલો
કેટલા વર્ષો સુધી કર્યા કરવાની
એની એ જ યાદી
કંટાળો એક કિલો
ત્રાસ બે કિલો
– અશ્વિની ધોંગડે
એક ગૃહિણી ખરીદીની યાદી લખતી જાય છે. અને સાથે મન વિચાર કરતું જાય છે. વર્ષોનો ક્રમ છે. રોજનું રુટિન છે. વર્ષોથી એકસરખી યાદી છે. હવે છેલ્લે છેલ્લે માત્ર બે ચીજ ઉમેરાયેલી છેઃ કંટાળો અને ત્રાસ.
જીવનની ક્રૂર ઘરેડનું કડવુંવખ ચિત્ર.
Chitralekha Majmudar said,
April 6, 2017 @ 12:32 AM
True but it has its own joy also for the ability still to do it.
Rakesh Thakkar, Vapi said,
April 6, 2017 @ 5:09 AM
સરસ
કંટાળો એક કિલો
ત્રાસ બે કિલો
Sharad said,
April 6, 2017 @ 9:53 AM
Mobile bill and school fees ….to be added in the list . No provision for vegetables …
Bhavesh pandya said,
April 17, 2017 @ 5:57 AM
મેં વાંચ્યા મુજબ આ કાવ્ય મરાઠી ભાષા માં લખાયેલ છે,આ કાવ્યનો અનુવાદ કોણે કરેલો છે? ખબર હોય તો જણાવજો.
lata hirani said,
April 21, 2017 @ 2:11 PM
સરસ અછન્દસ્
વિવેકભાઇ મારેી કોલમ માટે મને અહેીન્થેી ઘણુ મળે છે. આભારેી છુ જ. અહેી લખવાનુ આજે સુજ્હ્યુ.
lata hirani said,
April 21, 2017 @ 2:13 PM
વિવેકભાઇ, ધવલભાઇ અને પૂરી ટીમ ..
આભાર્