ઈર્શાદગઢ : ૦૧ : ગઝલ : હું નથી હોતો – ચિનુ મોદી
પાતળી પડતી હવામાં હું નથી હોતો
શ્વાસ અટકે એ જગામાં હું નથી હોતો.
એ ખરું, કે જીવવું ઈચ્છા ઉપરવટ છે
કૈંક વર્ષોથી કશામાં હું નથી હોતો.
રાતભર વરસાદ વરસે , ઓરડો ગાજે;
આંખ ઝરમરતાં, મઝામાં હું નથી હોતો.
બે ઘડી માટે થવું છે પર – સુગંધથી;
પુષ્પની અંગત વ્યથામાં હું નથી હોતો.
જીવન જેમ જ સાચવ્યા એકાંતના સિક્કા;
ભીડથી ભરચક સભામાં હું નથી હોતો.
– ચિનુ મોદી
ચિનુભાઈ નથી રહ્યા……
RAKESH THAKKAR, Vapi said,
March 20, 2017 @ 9:30 AM
Nice gazal
એ ખરું, કે જીવવું ઈચ્છા ઉપરવટ છે
કૈંક વર્ષોથી કશામાં હું નથી હોતો
prakash mandvia said,
March 21, 2017 @ 6:58 AM
ચીનુભાઈ હતા , છે અને રહેશેજ .
Maheshchandra Naik said,
March 21, 2017 @ 11:22 PM
ચીનુ મોદીને સલામ,ઓહ્મ શાંતિ,શાંતિ,શંતિ……….