અનુભવ – જવાહર બક્ષી
શબ્દની તો વાત ક્યાં છે, એક અક્ષરમાં નથી,
જે અનુભવ છે, લિપિ એની ચરાચરમાં નથી.
પંડિતો હું કેમ સમજાવું? તમે સમજોય શું!
કૈં બન્યું એવું જ છે જે કોઈ શાસતરમાં નથી.
– જવાહર બક્ષી
ભાષા માધ્યમ છે આપણી અનુભૂતિને આકાર આપવાનું, પ્રત્યાયન કરવા માટેનું. પણ શું કદી કોઈ ભાષા, કોઈ શબ્દો કોઈપણ લાગણીને યથાવત્ અક્ષરદેહ આપી શકે ખરી? અનુભૂતિને અનુભૂતિની સંપૂર્ણ તીવ્રતા સાથે વર્ણવી શકે એવી કોઈ લિપિ જડ-ચેતનમાં શક્ય જ નથી… આ વાત સદીઓથી કહેવાતી આવી છે, જવાહર બક્ષી પણ ચાર પંક્તિના નાના મકાનમાં રહીને આ જ વાતનું વિશ્વ ઊઘાડી આપે છે.
Jayshree said,
May 6, 2017 @ 4:22 AM
વાહ..
શિર્ષક ‘અનુભવ’ અને સાથે જવાહર બક્ષી, એટલે મને તો પહેલા આ ગઝલ યાદ આવી ઃ
હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.
મનોજ શુક્લ said,
May 6, 2017 @ 7:55 AM
શબ્દની સાધના કરનાર સર્જક અનુભૂતિને અક્ષરદેહ આપવાનો અચુક પ્રયત્ન કરતો હોય છે. ક્યારેક અનુભૂતિની ખૂબ જ.નિકટની અભિવ્યક્તિ સાંપડે એવું બને. બાકી વ્યક્ત કરવાનો પ્રયાસ આદરતાં જ કૃતકતા આવી જાય.
Chetan Framewala said,
May 6, 2017 @ 8:41 AM
માર્ચ ની ધબકાર ગોષ્ઠિમાં જવાહરભાઈએ આ મુક્તક સંભળાવ્યો હતો…
Harshad said,
May 6, 2017 @ 11:45 AM
Beautiful Creation by Jawaharbhai.
pravin shah said,
May 6, 2017 @ 1:14 PM
હર હર જ્વાહર !
Shivani Shah said,
May 6, 2017 @ 1:24 PM
કવિએ ટૂંકમાં ઘણુ કહી દીધું. .તેઓ કહે છે કે અમુક અનુભૂતિ ને વ્યક્ત કરવા શબ્દોનું માધ્યમ જાણે પૂરતું નથી…છતાં પણ કોઇક વાર શબ્દો કમાલ કરી નાંખે છે…દા.ત.
‘ એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર,
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહિ બેસૂર:
રહ્યા મૂક થઈ, અબોલ મનડે છાના છાના રડ્યા –
કે અમને રણઝણ મીણા ચડ્યા…’
– મનુભાઈ ત્રિવેદી, ‘સરોદ’
અને
‘ ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો
ન ફળી મહેનત મારી.
મહાનલ…
– શ્રી હરિહર ભટ્ટ
Rakesh Thakkar, Vapi said,
May 6, 2017 @ 11:09 PM
વાહ..વાહ..
Maheshchandra Naik said,
May 7, 2017 @ 1:48 AM
સરસ,સરસ…..અનુભવ….તથા અનુભુતીની વાત …….
Devika Dhruva said,
May 11, 2017 @ 12:04 PM
સનાતન સાચું મુક્તક્..
વિવેક said,
May 12, 2017 @ 1:47 AM
@ શિવાની શાહ:
આપની વાત સાચી છે…
Shivani Shah said,
May 12, 2017 @ 9:02 AM
Yoga Institute, Santacruz ના ડૉ.જયદેવ કોઇ વાર કહેતા કે ઈશ્વર એક બહુ મોટી હસ્તિ છે..એમની પાસે નાની નાની ચીજો માંગ્યા ના કરો..કવિ શ્રી હરિહર ભટ્ટ એમની પાસેથી માત્ર એક ચિનગારીની યાચના કરે છે…એમના આધ્યાત્મિક અનુભવોમાંથી ઉદભવેલી એ યાચના પ્રાર્થના રૂપે વર્ષોથી આપણી સમક્ષ છે…શબ્દો તો સુંદર હોય છે પણ લાગણીઓની ઉત્કટતાને કેટલે અંશે પ્રગટ કરી શકે એ તો કદાચ રચનાકાર અને વાચક નક્કી કરી શકે, ખરું ?
સૌરભભાઈ ભટ્ટ said,
May 12, 2017 @ 2:57 PM
જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી…આ રચના એ વાતની પુષ્ટિ કરતી જણાય છે…
વિવેક said,
May 13, 2017 @ 2:15 AM
@ શિવાની શાહ:
એકદમ સાચી વાત છે, મિત્ર… રચના ભાવકના હૃદયની લાગણીઓને જેટલા અંશે સ્પર્શી શકે એટલા અંશે એ ઊર્મિને સાકાર સ્વરૂપ આપવામાં સફળ નીવડી ગણાય. એરિસ્ટોટલે એટલે જ કળાને અંતરની લાગણીઓના ઊભરાને બહાર કાઢી -catharsis- હળવા કરનાર ગણાવી છે.
Anil Shah.Pune said,
December 3, 2020 @ 11:27 PM
અક્ષર ના શબ્દો ને શબ્દો ની વાતો,
ઓછી પડી પછી અનુભવની વાતો,
મને સમજાય એ પહેલાં,
ત્યાં તો ખૂટી પડી વાતો…્્્્્્્્્્્્્્્્્્્્્્્્્