તું નથી – જવાહર બક્ષી
કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે
આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે
અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે
અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે
– જવાહર બક્ષી
La Kant Thakkar said,
January 17, 2017 @ 8:32 AM
‘ज.ब. ‘ तुम याद आये …… बहुत याद आये ….
“तुम नहीं हो” की याद कैसी सताए,कैसे बताएं ?
एनी कोइने कोइना चाल्या जवाथी क्यां कैं फरक पड़े छे ?
(રંગીન એટલું જ એ તારા વિનાય છે !)
સમય સાથે ની ‘દોડ’ .. ” હોડ “, હંમેશા હારવાનું અને,
જીવતા રમતિયાળ પ્રિયજને ક્યાંક ગુમ થઇ જવાનું અને.
એના ચાલ્યા ગયા પછી ,’યાદ’નાં ઈંડા સેવવાનું ,ઝૂરવાનું,-
जीवन “छे” प्रतीक्षा “छे” हजी , जीववानुं एम ज छे हवे ,अने …
Saryu parikh said,
January 17, 2017 @ 8:44 AM
ગહેરા દર્દભરી રચના. દિલને હલાવી દે.
સરયૂ પરીખ્
KETAN YAJNIK said,
January 17, 2017 @ 10:50 AM
તારી સાથે ગાળેલી હર ક્ષણ મહેકાવે છે હાજી મને
Kirti Kumar R. Patel said,
January 18, 2017 @ 4:03 AM
વાહ !
Rakesh Thakkar, Vapi said,
January 18, 2017 @ 5:47 AM
nice gazal
અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે