આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

બૉમ્બનો વ્યાસ – યેહુદા અમિચાઈ

બૉમ્બનો વ્યાસ છે ત્રીસ સેન્ટિમીટર
અને એની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ
છે લગભગ સાત મીટર.
જેમા પડ્યા છે
ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા.

અને એમની ચોતરફ઼
સમય અને વેદનાના એક વધારે મોટા વર્તુળમાં
વેરવિખેર ઊભાં છે
બે દવાખાનાં અને એક કબરસ્તાન.

સો કિલોમીટરથીય વધુ દૂરથી
આવેલી  સ્ત્રીને એના શહેરમાં જયાં દફનાવી તે જગા
વર્તુળને વધુ વિસ્તારી દે છે.

અને તેના મૃત્યુ પર આંસુ સારતો એકલો અટુલો માણસ
જે દરિયાપાર રહે છે
આખી દુનિયાને વર્તુળમાં સમાવી દે છે.

અને હું કાંઈ નહીં કહું,
અનાથ બાળકોનાં એ હિબકાં વિશે
જે ઈશ્વરના સિંહાસન સુધી ને એનાથી ય આગળ પહોંચે છે
અને
એક અનંત અને ઈશ્વરવિહોણું વર્તુળ રચે છે.

– યેહુદા અમિચાઈ

બૉમ્બની વિનાશશક્તિને blast radiusથી મપાય છે. પણ બૉમ્બના ખરું વિનાશવર્તુળ તો એનાથી ક્યાંય વધારે મોટું હોય છે. આ વાત બધા બૉમ્બને સમાન રીતે લાગુ પડે છે : એ ભલે પછી રેલ્વે સ્ટેશન પર ફૂટેલા બૉમ્બ હોય,  ‘તાજ’માં ફૂટેલા બૉમ્બ હોય, સરહદ પર ફૂટતા બૉમ્બ હોય,  હિરોશિમા પર ઝીંકાયેલા બૉમ્બ હોય કે પછી એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.

(મૂળ હિબ્રૂ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી)

17 Comments »

  1. Shefu said,

    December 23, 2008 @ 12:29 PM

    in very simple words, this powerful piece expresses the cosmic nature of the heartbreak that we all feel. i tried to write this in Gujarati, but i dont know how to change the matras.

  2. kantilalkallaiwalla said,

    December 23, 2008 @ 12:33 PM

    May their tribe increase those who are eager to protect theor mother land at any cost. Weapon used by doctor and weapon used by robber has same radius on the body of the victim. but one is known as innocent victim and other is patient. So again I repeat may their tribe increase who are eager to protect mother land at any cost.

  3. ઊર્મિ said,

    December 23, 2008 @ 12:40 PM

    સાચી વાત છે…! વિનાશકારી બોમ્બનો સાચો વ્યાસ તો અમાપ જ હોઈ શકે…!

  4. pragnaju said,

    December 23, 2008 @ 5:01 PM

    અને હું કાંઈ નહીં કહું,
    અનાથ બાળકોનાં હિબકાં વિશે
    જે ઈશ્વરના સિંહાસન સુધી ને એનાથી ય આગળ પહોંચે છે
    અને
    એક અનંત અને ઈશ્વરવિહોણું વર્તુળ રચે છે.
    કેવી કરુણ વાસ્તવિકતા
    બૉમ્બ ધડાકા ગાજે, ગાજે બંદૂકની નળી,
    જમીન ચક્કર ઘુમતું જાણે લાગે ગોળ થાળી.
    … સૌ ફરી સ્થિતપ્રજ્ઞ થઈ ગયા છે.

  5. વિવેક said,

    December 24, 2008 @ 12:30 AM

    નિઃશબ્દ કરી દે એવી કવિતા… સહજ અને સુંદર અનુવાદ.

  6. Jina said,

    December 24, 2008 @ 12:45 AM

    આપના શબ્દો વાપરી શકું વિવેકભાઈ? ખરેખર નિઃશબ્દ કરી દે એવી કવિતા…

  7. કુણાલ said,

    December 24, 2008 @ 1:43 AM

    સાચે જ ખુબ જ ગહન અને વિષાદસભર કવિતા…

    અને ધવલભાઈની વાત પણ એટલી જ સાચી કે અત્યારની આર્થિક મંદીની સ્થિતિમાં યુદ્ધ એ ભારતને જ મસમોટું નુકસાન છે… મિડિયા કદાચ પોતાની ગાડી ચાલુ રહી શકે એટલા માટે યુદ્ધનો વિકલ્પ જ ચગાવી રહ્યું છે … પણ એ તો સારું છે કે આપણા વડાપ્રધાન એક નાણામંત્રી અને રિઝર્વબેન્કના ભૂતપૂર્ ગવર્નર છે જે યુદ્ધની આર્થિક આડઅસરો જાણે છે….

    યુદ્ધ માત્ર અમુક અનિવાર્ય પરિસ્થિતીમાં જ કદાચ યથાર્થ પૂરવાર થઈ શકે પણ બાકી બધા જ સમયે એ ટાળવા લાયક જ વિકલ્પ છે…

    અત્યારના સમીકરણોને અનુરૂપ કવિતા શોધી ને અનુવાદ અહીં વહેંચવા માટે ખુબ આભાર …

  8. RD said,

    December 24, 2008 @ 2:16 AM

    I do agree with the feelings expressed by yahuda….but I will have to disagree with dhaval…
    How thick is the skin of pakistani leaders that they are not even bothering to care about the warnings given by superpowers like UK,Russia and the USA…They were able to knab down big 3 in just one day and this shows that they know from where and how these losers are working! and they are and have been covering up for them since decades… In my opinion this is the right time to strike and take them down to the level of Somalia and Ethiopia so that they can never again surface on the map. Their economy is already in broken condition and India can afford a small war (because they don’t have money to fight more!) right now. This is the time to pluck out this thorn which our ancestors has forcefully attached to our ***..
    All in all I don’t agree with the idea of unnecessary wars like Iraq and Afghanistan..But My fellow citizens don’t be just another timid “pro-peace-ians”. Time is right.Time is Now!
    Peace!

  9. Bhargav maru said,

    December 24, 2008 @ 2:49 AM

    “….એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.”

    well said….

  10. Dr. J.K.Nanavati said,

    December 24, 2008 @ 3:45 AM

    સુરંગો હજુ કેમ ફુટ્યાં કર છે ?
    સબંધો મહી કંઈક ખુટ્યાં કરે છે……

    ડો. જગદીપ

  11. Shah Pravinchandra Kasturchand said,

    December 24, 2008 @ 6:37 AM

    એક બિંદુએ શું કર્યું એવું તે પાપ?
    સિંધુમાં અલોપ થઈ ગયું અમાપ.

  12. preetam lakhlani said,

    December 24, 2008 @ 7:20 AM

    પ્રિય ધવલ્,
    રોજ રોજ ધણી કવિતા ના નામે કવિતા વાચુ ચુ પણ દોસ્ત આ નુ નામ કવિતા, બહુ જ સરસ કવિતા ધણા સમય બાદ વાચવા મલી, આભાર્……….

  13. varsha tanna said,

    December 24, 2008 @ 8:42 AM

    હદય સ્પર્શેી કવિતા. સાદી છતાઁ હાડોહાડ લાગી આવે તેવી રચના. થોડામાઁ આજના યુગની કાલીમા છતી કરીઅ દીધી.

  14. ડૉ. પ્રીતેશ વ્યાસ said,

    December 24, 2008 @ 2:02 PM

    કે પછી એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.
    આ વાક્ય જરા ખટકે છે. ક્યાં સુધી શાંતિ વાર્તા કરવાની? ડૉક્ટર તરીકે કહું તો સડેલો ભાગ ભલે આપણા શરીરનું અંગ હોય તોય કાપવૂં જ પડે છે. વધુ કાંઈ નથી કહેવું.

  15. sudhir patel said,

    December 24, 2008 @ 3:33 PM

    યુધ્ધ એ અનિવાર્ય દૂષણ છે. આપણે લગભગ ૬૦ વર્ષથી ધીરજ રાખી સહન કરીએ છીએ અને આ સમય દરમ્યાન હિન્દુસ્તાનનાં હજારો નાગરિકો આતંકવાદનો ભોગ બની વગર યુધ્ધે બેમોત માર્યા ગયાં છે! એમનાં અનાથ બાળકોનાં હિબકાંઓનું શું? કાશ્મીરી પંડિતોને પોતાનું વતન છોડી દિલ્હીમાં નિરાશ્રિતોની દશામાં રહેવું પડે છે. ડોકટર સાહેબ કહે છે એમ બીજાં અંગો/જીવન બચાવવા સડેલા ભાગને કાપવો જ રહ્યો! આપણી પાસે તો ગીતાનો ઉપદેશ પણ છે, જેને અનુસરીએ તો બીજાને પૂછવાની પણ ક્યાં જરૂર છે? ઝાઝી વાતનાં ગાડા ભરાય, ફક્ત ત્રાસવાદી અડ્ડાઓનો જ નાશ કરવાની વાત છે.
    અસ્તુ.
    સુધીર પટેલ.

  16. uravshi parekh said,

    December 24, 2008 @ 7:56 PM

    અત્યાર ના વાતાવરણ ને વસ્તવિકતા મા રજુ કરતુ કાવ્ય..
    વિનાશ અને હિબકા..
    કરુણ વાસ્તવીકતા..

  17. kalpan said,

    January 2, 2009 @ 12:00 AM

    આજના વાતાવરણને અનુરુપ……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment