વરસાદમાં – સુરેશ પરમાર ‘સૂર’
વા-ઝડી થઈ યાદ સૂસવાતી રહી વરસાદમાં,
હું અહીં, ત્યાં તુંય વળ ખાતી રહી વરસાદમાં.
જાગરણ પ્રોઈ શકું હું જિંદગીની સોયમાં,
એ જ કારણ વીજળી થાતી રહી વરસાદમાં.
હું કવિનો કોટ પહેરી બારીએ બેસી રહ્યો,
ને ગઝલ સાબોળ ભીંજાતી રહી વરસાદમાં.
લાકડાં લીલા જલાવી ડાઘુઓ ચાલ્યા ગયા,
એકલી ચિતા જ ધુમાતી રહી વરસાદમાં.
પિંજરામાં કેદ મેના ‘સૂર’ સામે જોઈને
ભીની આંખે મેહૂલો ગાતી રહી વરસાદમાં.
– સુરેશ પરમાર ‘સૂર’
બધા જ શેર મમળાવવા ગમે એવા… હર મોસમમાં તરબતર કરી દે એવી મજાની વરસાદી ગઝલ…
Neha said,
March 17, 2017 @ 2:46 AM
જાગરણ પ્રોઈ શકું હું જિંદગીની સોયમાં,
એ જ કારણ વીજળી થાતી રહી વરસાદમાં.
વાહ
Rakesh Thakkar, Vapi said,
March 17, 2017 @ 3:13 AM
વાહ !
હું કવિનો કોટ પહેરી બારીએ બેસી રહ્યો,
ને ગઝલ સાબોળ ભીંજાતી રહી વરસાદમાં.
Pravin Shah said,
March 17, 2017 @ 6:09 AM
વીજ્ળીનો શેર વાચીને ગન્ગાસતિ અને પાનબાઈ યાદ આવિ ગયા
દેવાંગ ય said,
March 17, 2017 @ 1:45 PM
Wah…જાગરણ વાળો શેર ઉત્તમ
Vijay Pathak (Ghazal Singer) said,
March 18, 2017 @ 3:42 AM
હું કવિનો કોટ પહેરી બારીએ બેસી રહ્યો,
ને ગઝલ સાબોળ ભીંજાતી રહી વરસાદમાં!!
ખોૂબ જ ઉમદા શેર , વાહ કવિ વાહ !!
Harshad said,
March 18, 2017 @ 1:52 PM
સુન્દર રચના.