મને હાથમાં છો હલેસાં ન આપો
નદીના પ્રતાપે તરે છે તરાપો
કુમારજૈમિનિ શાસ્ત્રી

મીઠડું લાગે – રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે

પ્રભુ, નેણાં તમ સું જાગે ;
ભાળું નહીં મુખ રૂપાળું,
બેઠી બેઠી પંથ નિહાળું
એય મુંને મીઠડું લાગે.

ધૂળમાં બેસી બા’રે
ભિખારી હૈયું આ રે
તમારી કરુણા માંગે
કૃપા ન ચાહું, તમને ચાહું,
એય મુંને મીઠડું લાગે.

ભર્યા આ ભવમાં આજે
કંઈ સુખ લાભને કાજે
સરી ગયા સઘળા આગે,
સૂના આ સમે, ગમતા તમે
એય મુંને મીઠડું લાગે.

ચારે કોર અમી-રસાળી
ભોમકા તલસે કાળી,
રડાવી દે અનુરાગે
ક્યાં છો સાથીડા ! પામતી પીડા ;
એય મુંને મીઠડું લાગે.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે

દિપોત્સવી પર્વ એ આ મધુરી સ્નેહભરી સ્તુતિ….. ” કૃપા ન ચાહું, તમને ચાહું…”- પંક્તિ બધું જ કહી દે છે.

5 Comments »

  1. La' Kant Thakkar said,

    October 30, 2016 @ 6:29 AM

    બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
    એની કને ખુદાની કોઈ બાતમી હતી. [ સૈફ પાલનપુરી ]
    ….एने अहींनो आलम समजाई गयो एक “फील” माँज !

  2. La' Kant Thakkar said,

    October 30, 2016 @ 6:34 AM

    “….એય મુંને મીઠડું લાગે.” जे कैंक (!) पण छे ,’एनूं’ ….कारण “ई”(પ્રભુ) गमे छे !

  3. Rakesh Thakkar, Vapi said,

    October 30, 2016 @ 7:17 AM

    સુંદર સ્તુતિ.

  4. ketan yajnik said,

    October 30, 2016 @ 7:38 AM

    લય સ્તરોને તટહૂકાનો લય ને ટહુકાને લય મુબારક

  5. Neetin Vyas said,

    October 30, 2016 @ 4:16 PM

    ગુરુદેવ ની કવીતા અને શ્રી સાઈ મરણદનો ભાવાનુવાદ બહુજ સરસ છે. આવા સુંદર પોસ્ટીંગ બાદલ ધન્યવાદ
    કબીરજી નું નિર્ગુણ ભજનછે :
    सुनता हैं गुरु ज्ञानी गगन में,
    आवाज हो रही झिनी झिनी – (धृ)

    पाहि लीयाये नाद बिंदु से,
    पीछे जमया पानी हो जी
    सब घट पूरण बोली रह्या है,
    अलख पुरुष निर्बानी हो जी ll 1 ll
    આ ભજન નો રસસ્વાદ કે કંઈપણ લખાણ જો આપના કોઈ પાસે હોઈ તો આપ મને કૃપા કરી મોકલશો। સાથે લેખકનું નામ પણ જણાવવા નમ્ર વિનંતી,
    આપ સહુને દીવાળીની શુભેચ્છાઓ
    ndvyas2@gmail.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment