ઝાકળ થયા પછી – રઈશ મનીઆર
ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.
મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.
વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.
વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
– રઈશ મનીઆર
ધીમે ધીમે વાંચીએ તો પહેલી નજરે જ ગમી જતી આ ગઝલ ના બહુઆયામી અર્થ માનસપટ પર વધુ ને વધુ ઉપસતા જાય છે. ગઝલના ગામમાં જવું હોય તો વાદળ જેવી હળવાશ કાંખમાં લઈને જવું પડે અને તૈયારી હોવી જોઈએ સમૂચા વરસી જવાની, નિચોવાઈ જવાની… અને વાત મંઝિલની હોય, પ્રિયતમાની હોય કે ઈશ્વરની હોય, ઉતાવળ ક્યાંય કામ લાગતી નથી અને આપણું દુર્ભાગ્ય તો એ છે કે આ હકીકત ભૂલ કરી દીધા પહેલાં બહુધા સમજાતી પણ નથી… આમતો બધા જ શેર પરંપરાની કેડી પર આધુનિક્તાના ખીલેલા પુષ્પ જેવા છે અને વિજ્ઞાનથી આદરીને જ્ઞાનની વાત કરે છે પણ છેલ્લા બે શેર આપણી ભાષાના ચિરંજીવ શેર થયા છે.
Jayshree said,
June 6, 2009 @ 1:41 AM
રઇશભાઇની ઘણી ગમતી ગઝલ…
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
Excellent..!!
KAVI said,
June 6, 2009 @ 1:41 AM
વાહ વાહ રઈશભાઈ,
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.
મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.
વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
પ્રણવ said,
June 6, 2009 @ 2:10 AM
દાદુ, બૉસ !!!
sunil shah said,
June 6, 2009 @ 2:40 AM
રઈશભાઈની મઝાની રચના..
મક્તાનો શેર ખૂબ ગમ્યો.
manhar mody said,
June 6, 2009 @ 5:25 AM
બધાજ શેર એક્દમ સચોટ અને અર્થસભર. સવાર સુધરી ગઈ.
– ‘મન’ પાલનપુરી
hitesh m. sanghvi said,
June 6, 2009 @ 6:49 AM
મારા એક મિત્રે મને તમારિ સાઇટ વિશે જણાવેલ.
સરસ.
sapana said,
June 6, 2009 @ 8:40 AM
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
રઈશભાઈની મજાની ગઝલ છે.આ પંકતિઓ ખુબ ભાવાત્માક છે.
સપના
divya modi said,
June 6, 2009 @ 9:57 AM
રઈશભાઈનું નામ આવે એટલે ગઝલ પ્રત્યેની આપણી અપેક્ષઓ એકદમ જ વધી જાય ને
મજાની વાત તો એ છે કે, એ સંતોષપ્રદ રીતે ફળીભૂત પણ થાય જ…વળી આપણી સમક્ષ
એ ગઝલ તેઓ સાક્ષાત પેશ કરી રહ્યા હોય, એવું પણ પ્રતીત થાય.
આ ગઝલ પણ ખૂબ જ ગમી… સાદ્યાંત સુંદર રચના..
Pancham Shukla said,
June 6, 2009 @ 10:04 AM
રઈશભાઈની ગઝલ વિશે શું કહેવાનું હોય? – અફલાતુન, અદભૂત !
pragnaju said,
June 6, 2009 @ 5:10 PM
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.
ખૂબ સુંદર્
તેમની આ રચનામાં પણ આવો જ સૂર હતો
આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.
કોરા કાગળ ઉપર બસ સખી રે ! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.
મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીરે ને આખા શરીરે લખ્યું.
રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.
આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.
અને વિવેકનો પણ …
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
બધે જ ઉતાવળમા નીગળી જવાના આ સમયમાં ધીરે…
mrunalini said,
June 6, 2009 @ 5:21 PM
બાંધવા સંબંધ એક ફૂલ આપીએ,
લાવ, ખુદને પણ એક ફૂલ આપીએ.
વાહ્
ફૂલોની મહેક, રૂપ, રંગ,રસ એના દિવાનાઓને બેતાબ કરી મૂકે છે.
એટલે તો કાંટાનો પહેરો ઠેકીને ફૂલને ચંટવાની ગુસ્તાખી કરે છે.ફૂલને સ્પર્શવા ઝાકળ જેવા કોમળ બનવું પડે.તો જ એના સુંવાળા સ્પર્શને માણવાના સાચા હકદાર બની શકીએ.પણ પ્રેમમાં પાગલ બનેલા ભમરાની વાતને હળવી ટકોરથી અદમ ટંકારવી આ રીતે વ્યક્ત કરે છે:
ફૂલને લઈને ઊડી ગયો ભમરો,
વાત ‘અદમ’ આટલી ગલત ન કર.
ધવલ said,
June 6, 2009 @ 9:04 PM
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
– સરસ !
Pinki said,
June 7, 2009 @ 12:26 AM
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
પુષ્પ જેવી જ નજાકત…. ઝાકળ જેમ સ્પર્શી જાય …. !!
વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
પળનું યુગમાં વિસ્તરણ …. અદભૂત ….. !!
Dinesh Pandya said,
June 9, 2009 @ 11:16 AM
વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
થોડા શબ્દોમા જિંદગીની બહુ મોટી વાત.
આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમા (ર.મ.)
ગઝલની પસંદગી બહુ સારી, ઉંચી.
nirlep said,
June 17, 2009 @ 1:31 AM
વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
– excellent