ગૂંથેલી જાળ છે – વંચિત કુકમાવાલા
જે બને, બનશે જ, બનવાકાળ છે,
આપણાં ક્યાં હાથમાં ઘટમાળ છે ?
ટોચ પર પહોંચી નિવેદન થઈ શકે,
એ તરફ છે, આ તરફ પણ ઢાળ છે.
જિંદગી રંગીન પામ્યા છે બધા,
રંગ ના પરખાય તો જંજાળ છે.
પોતપોતાની સમજ છે કેદની,
પોતપોતાની ગૂંથેલી જાળ છે.
ક્યારનો ‘વંચિત’ મરી ગ્યો હોત પણ ,
આપ સૌની સાર ને સંભાળ છે.
– વંચિત કુકમાવાલા
એક એક શેર સો ટચના સોના જેવા. કોઈની જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ નથી પણ આપણને રંગની પરખ નથી એની પળોજણ છે બધી. એ જ રીતે દરેક માણસ પોતે પોતાની જ ગૂંથેલી ઇચ્છા, સપના, સંબંધોની જેલમાં બંધ છે.
Chitralekha Majmudar said,
October 28, 2016 @ 12:49 AM
Quite true and well stated.
જગદીશ કરંગીયા 'મોજ' said,
October 28, 2016 @ 3:57 AM
છોડ઼ુ સંસાર અબઘડી ને થાવ ઓલિયો ,
પણ છૂટે કેમ જે લાગણીઓની નાળ છે.
NAREN said,
October 28, 2016 @ 4:43 AM
લાજવાબ ખુબ સુંદર રચના
KETAN YAJNIK said,
October 28, 2016 @ 5:49 AM
સભાનતાપૂર્વક ગૂંથેલી જાળ
Vimala Gohil said,
October 28, 2016 @ 2:08 PM
“જે બને, બનશે જ, બનવાકાળ છે,
આપણાં ક્યાં હાથમાં ઘટમાળ છે ?”
માટેઃ”ગણ્યું જે પ્યારુ પ્યારાએ તે ઘણું પ્યારું ગણી લેજે”.
સુંદર રચના.
Rakesh Thakkar, Vapi said,
October 28, 2016 @ 11:46 PM
લાજવાબ ગઝલ!
પોતપોતાની સમજ છે કેદની,
પોતપોતાની ગૂંથેલી જાળ છે.
Harshad said,
October 31, 2016 @ 6:20 PM
Bhai Vanchit Bahut Khub!! Like to come India and Hug you.