તેં મને બચપણ દીધું, ગઢપણ દીધું, દીધું મરણ;
તે ન દીધું જીવવાનું કોઈ કારણ, હદ કરી !
રમેશ પારેખ

પ્રપંચનો પહાડ – સંજુ વાળા

પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું,
ઝીણું અમસ્તું રેતકણ હું કોની સામે વટ કરું?

ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું,
રહસ્ય એ જ ઘેન હો તો ઘૂંટી- ઘૂંટી ઘટ કરું.

બહુ જ ગોળ ગોળ લાંબુલચ ક્થ્યા કરે છે તું
કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું.

લે, ચાલ સાથે ચાલીએ મુકામ શોધીએ નવા,
નિભાવ સાથ તું, તો તારા સાથનું શકટ કરું.

અમેય થોડા ભીતરે અજંપ ધરબી રાખ્યા છે-
ચડ્યો છે કાટ કેવો જોઉં, કે ઉલટપુલટ કરું ?

હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?

છે ભાવમય, તું શબ્દની સપાટીએ ના સાંપડે,
હો પથ્થરોનું શિલ્પ તો હું શું કરું ? કપટ કરું ?

– સંજુ વાળા

આ શાયર સતત સફર કરતા રહે છે, તેઓને સતત પ્રશ્નો પીડતા રહે છે. જેને પ્રશ્ન થાય તે જ જવાબ શોધે. જવાબ ન મળે અને અજંપો મળે એવું ઘણીવાર બને. એ અજંપામાંથી ગઝલ બને…..

9 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    September 27, 2016 @ 5:13 AM

    NICE
    ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું,
    રહસ્ય એ જ ઘેન હો તો ઘૂંટી- ઘૂંટી ઘટ કરું

  2. La' Kant Thakkar said,

    September 27, 2016 @ 8:55 AM

    “શું કરું ?”
    મહદ અંશે આ અવાલ અતિ-સામાન્ય લાગે છે, અભિવ્યક્તિનાં શોખીનો,રસજ્ઞ જનો માટે …..
    “શું કરું?”
    મન ફરી સ્મરણ ને શરણ થાય તો શું કરું?
    મન સાવ ત્રસ્ત ને તરલ થાય તો શું કરું?
    ભીતર સ્પર્શના સાપ સળવળે તો શું કરું?
    ટહુકા ટોળાં થઈને ટળવળે તો શું કરું?
    લાગણીઓ બની જાય શબ્દો તો શું કરું?
    ઘણા શબ્દોને પ્રાસ ન જડે તો શું કરું?
    મારી તરસોનો હ્રાસ ન થાય તો શું કરું?
    વારંવાર પ્રશ્ન તો એકજ ‘શું કરું’ ‘શું કરું?’
    ‘કંઈક”

  3. Devika Dhruva said,

    September 27, 2016 @ 10:31 AM

    હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
    છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?
    vaah….vaah…

  4. Shivani Shah said,

    September 28, 2016 @ 2:17 PM

    એક પછી એક ખૂબ સરસ કાવ્યો પ્રગટ થતાં જાય છે આ website પર..અનુભૂતિથી આવતા ઊંડાણનો જ્યારે જ્યારે creativity સાથે સંયોગ થાય ત્યારે આવી રચનાઓનો જન્મ થાય અને એક પારખુના પ્રયત્નથી એ જ્યારે ‘લયસ્તરો’ પર પ્રગટ થાય ત્યારે અનેક રસિકોને એ વાંચવાનો, માણવાનો લાભ મળે. Vivekbhai, thank you. ..

  5. Harshad said,

    September 28, 2016 @ 8:31 PM

    Very Nice.

  6. વિવેક said,

    September 29, 2016 @ 3:08 AM

    સુંદર ગઝલ…

  7. Mehul A. Bhatt said,

    October 3, 2016 @ 12:20 AM

    superb

  8. Neekita said,

    June 12, 2017 @ 10:32 PM

    Words are not enough to praise the feelings you can create with such Ghazals. Amazing is a small word to praise these Ghazals. Hope you can keep creating such Ghazals more and more.

  9. સંજુ વાળા said,

    June 13, 2017 @ 8:17 AM

    સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment