મ્હેક ઉપર લીસોટો – જિગર જોષી ‘પ્રેમ’
આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
તું અલ્યા ! એક છે પરપોટો,
તને ફોડવા – વાટાઘાટો !?
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
માટી સીધી નેતર થાશે,
વાગશે જ્યાં વરસાદનો છાંટો.
ભીંતમાં આજે પ્રાણ પૂર્યા મેં,
ટાંગી દીધો તારો ફોટો.
એને તો મનમાં’ય નથી કંઈ,
હું મૂંઝાયો ખોટેખોટો.
પંડિતજીએ એવું બાફ્યું,
સ્વાદ ગઝલનો ભારે ખાટો.
– જિગર જોષી ‘પ્રેમ’
એક શુદ્ધ ભાવકની નજરે આ ગઝલ જોઈએ તો છેલ્લો શેર- જે હઝલના કુળનો થયો છે એને- બાદ કરતા આખી ગઝલ આસ્વાદ્ય. આખા ઘરમાં સન્નાટા સિવાય કંઈ નથી એ વાત કહેવાનો અંદાજે-બયાં કાબિલે-દાદ છે. મહેંક પર લિસોટો પડી ન જાય એનું ધ્યાન રાખવાની ટકોર નજાકતની પરાકાષ્ઠા છે. એક ફોટોગ્રાફ નિર્જીવ દીવાલને જીવંત કરે છે એ વાત પણ મજાની. સામી વ્યક્તિના મનમાં શુંનું શું હોયની આશંકામાં પ્રત્યાયન કે પહેલ વિના જીવન વીતી જતું હોવાની વાસ્તવિક્તા પણ કવિ યથાર્થ ઉપસાવે છે.
Rakesh Thakkar, Vapi said,
November 5, 2016 @ 5:00 AM
Kya Baat hai
Rajul said,
November 5, 2016 @ 5:33 AM
Sudar!
Pravin Shah said,
November 5, 2016 @ 6:13 AM
Wah ! Wah !
Khub saras.
Maja aavi gai.
Dubara – Dubara
Jigna shah said,
November 15, 2016 @ 4:41 AM
સરસ ગઝલ
મત્લા અને ત્રીજો શેર ખુબ સરસ
jadav nareshbhai said,
December 21, 2016 @ 6:47 AM
ગીત ગઝલ
ચાલને થોડા…
ચાલને થોડા નિંદરમાંથી બહાર આવીએ
ને પેલા કૂમળા તડકાની મોજ માણીએ
ચાલને થોડા …..
જોને આજે ય કેવો ઊગ્યો છે ગુલાબી શિયાળો
ચાલને ગુલાબી ઠંડીની જરા મ્હેંક વાવીએ
ચાલને થોડા …..
કેવા વરસાવે છે , સાવ કોમળ કિરણો એ
પલળતા – પલળતા થોડા ય ભીંજાઈએ
ચાલને થોડા …..
એટલે જ મજા છે , અનેરી ગુલાબી તડકાની
ચાલને હૈયામાં આપણે સુવાસ ભરીએ
ચાલને થોડા …..
અરે ક્યારની વાટ જોઈ ઊભો છે, આ શિયાળો
ચાલને જરા પ્રેમથી ય એને વધાવીએ
ચાલને થોડા …..
:કવિ : જાન
જાદવ નરેશ- ૯૯૨૪૬૧૦૧૨૪
મલેકપુર – વડ
:- ગઝલ :-
છંદ : ઈન્દ્રવ્રજા (૧૧ વર્ણ)
તું અંધારમાંથી……
“ તું અંધારમાંથી બહાર આવ;
પછી તારા અલખને જગાવ:
ક્યાં સુધી રાહ જોઈશ આમ તું;
કંઈક અલગ તું કરી બતાવ:
છે તારામાં ગઝબ શક્તિઓ;
એને પુરેપુરી બહાર લાવ:
અનહદ નાદ ગાજે તારામાં;
જરા તું તારા દિલને સુણાવ:
ને આપ્યું છે બધુજ“ જાન “તને;
બસ એના પર જાન લુંટાવ:
:કવિ : જાન
જાદવ નરેશ- ૯૯૨૪૬૧૦૧૨૪
મલેકપુર – વડ
:- ગઝલ :-
છંદ : ઈન્દ્રવ્રજા (૧૧ વર્ણ)
તું સત્યની ધાર પર….
તું સત્યની ધાર પર ચાલી જો;
અહંની આ આગને તું બુઝાવી જો:
કે બસ પકડી લે હાથમાં તું;
કલમને તેજ તું ચલાવી જો:
અંદરથી તું બહાર નીકળ;
તારી શકિતઓને જગાવી જો :
સમય મળ્યો છે , તને સોનેરી;
એક તારા ધ્યેયને ખિલાવીજો:
મૂક બાજુ નિષ્ફળતાને “જાન”
સફળતાની જ્યોત જલાવી જો:
jadav nareshbhai said,
April 21, 2017 @ 6:58 AM
મારી પસંદ ગઝલ
કવિ : અનિલભાઈ આપશ્રીને અર્પણ
:-ગઝલ : તા. ૨૪/૦૮/૨૦૧૬
શબ્દનો હું સાધક છું ;
હું ક્યાં કોઈનો બાધક છું:
તથાગત છે નામ મારૂ:
સહુનો હું તારક છુ;
છું માનવ એટલે જ તો ;
માનવતાનો ભાવક છું:
લાગે છે મને હવે કે :
મારા જીવનથી હું સાર્થક છું ;
એટલે જ લોક કહે કવિ “જાન”
કેમ કે સહુના દિલનો ચાહક છું
કવિ : “ જાન
જાદવ નરેશ
મલેક્પુર – વડ
મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪