મીરાંબાઈ – મહેશ શાહ
સુપણે આવે રે
એને હૈયે વરતે સાંવરાની આણ
એને સુપણે આવે ને કરે દર્શનની લ્હાણ
એને સુપણે આવે રે એનો સાંવરો
ગઢના આ કાંગરાનો ભો નથી બાઈને
મથરાવટી મેલી કરી એણે તો ચ્હાઈને
એને બાકી સંસાર ઝાડી-ઝાંખરા ને પ્હાણ
એને સુપણે આવે રે એનો સાંવરો
તડકો ને ટાઢ એને સુખદુ:ખની ક્યાં પડી ?
સાંવરાના સંગની શું જણસ કાંઈ સાંપડી !
એને ભગવા તે રંગની પિછાણ
એને સુપણે આવે રે એનો સાંવરો.
નીંદ ને ઉજાગરાને બેઉ બાજુ ઘેરતું
શૂળ એક મીઠું એના હૈયાને હેરતું
એના દર્દને જાણે તો કોઈ જાણે સુજાણ
એને સુપણે આવે રે એનો સાંવરો.
– મહેશ શાહ
સાવ સહજ ભાષામાં કેવું સુંદર ભક્તિગીત ! મીરાંબાઈને એનો શામળો સપનામાં આવે છે. બસ, બીજું શું જોઈએ પછી? કોનો ભય ? આ દર્દ એના સિવાય બીજું કોણ સમજી શકે? મેરો દરદ ન જાને કોઈ….
dr.paresh solanki said,
September 16, 2016 @ 3:39 AM
આવરે એનો સંવારો..પ્રેમની સાદગી પૂર્ણ અભિવ્યકતી વાહ
Ketan Yajnik said,
September 16, 2016 @ 10:32 AM
જાગતા ને ઊંઘમાં એણે કરી લ્હાણ
મીઠાશની કેવી મધુરપ
નસીબ જોઈએ
Girish Parikh said,
September 16, 2016 @ 1:12 PM
મહેશની “મીરાંબાઈ”.