લીંબોળી – મુકેશ જોશી
બાઈ રે મને આજ કો’કે લીંબોળી મારી
હું તો છટકીને ભાગવા ગઈ
કો’ક નજર્યુંની વાડ અડી ભારી..
લીંબોળી વાગીને આખુંયે અંગ કાંઈ એવું દુખે કાંઈ દુખે,
લીંબોળી મારીને મરકી જનારનું નામ નથી લેવાતું મુખે.
હું તો બારણાં બીડેલા રાખું તો ઉઘડી જતી કેમ બારી..
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
હવે આંખોથી ટપકે ઉજાગરાં ને નીંદર તો શમણાની વાટે,
છાતીના ધબકારા લૂંટી ગયું કોઈ નાનકડી લીંબોળી સાથે.
હું તો આખાયે ગામને જીતી ને લીંબોળી સામે ગઈ હારી.
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
લીંબોળીમાં તો બાઈ કેટલાય લીંબડા ને લીંબડાને કેટલીય ડાળી,
ડાળી પર કોયલ ને કોયલના ટહુકા ને ટહુકામાં પ્રિત ના ધરાણી
અરર બાઈ રે કેવી નવાઈ, હું તો ટહુકે હણાઈ પરભારી.
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
– મુકેશ જોશી
એકદમ રમતિયાળ રળિયામણી રચના….
Chitralekha Majmudar said,
September 7, 2016 @ 2:48 AM
Nice sweet poem.
vasant said,
September 7, 2016 @ 7:30 AM
લીંબોળીમાં તો બાઈ કેટલાય લીંબડા ને લીંબડાને કેટલીય ડાળી,
vaah ! vaah !
ddhruva1948@yahoo.com said,
September 7, 2016 @ 9:02 AM
આહાહા…. શું સુંદર કવિતા! મઝાની રમતિયાળ અને રળિયામણી તો ખરીજ પણ અણિયાળી પણ એટલી જ!!!
વિવેક said,
September 9, 2016 @ 8:40 AM
મજાનું કવિકર્મ… રમતિયાળ પણ સાદ્યંત સંતર્પક ગીતરચના…