ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
વિવેક મનહર ટેલર

જોઈએ છે – રિષભ મહેતા

મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!

તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!

મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!

ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!

ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

– રિષભ મહેતા

કાફિયાદોષને અવગણીએ તો કેવી મજાની ગઝલ ! મત્લા અને આખરી શેરમાં સંસારનું અને બીજા શેરમાં આજના જમાનાના પ્રેમનું સનાતન સત્ય.

6 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    August 27, 2016 @ 5:49 AM

    nice
    તને આખી દુનિયાય ઓછી પડે છે,
    મને તો ફકત એક તું જોઈએ છે!

  2. Ketan Yajnik said,

    August 27, 2016 @ 6:28 AM

    saras

  3. જોઈએ છે – Atul's BLOG said,

    August 27, 2016 @ 2:51 PM

    […] સંપાદિત […]

  4. Yogesh Shukla said,

    August 28, 2016 @ 10:34 AM

    આ શેર ઘણુંબધું કહી જાય છે , બહુજ સુંદર રચના ,

    ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
    મને એક આંસુ મીઠું જોઈએ છે!

  5. yogesh shukla said,

    May 9, 2017 @ 10:55 PM

    બહુજ સુંદર રચના ,….
    અંતે તો કહી જ દીધું ,

    ચલાવી લઉં છું બધાના વગર હું
    હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

  6. Anil Shah.Pune said,

    September 15, 2020 @ 12:53 AM

    મને જ ખબર નથી કે શું જોઈએ
    હાથ ફેલાવવા કાંઈક તો જોઈએ,
    આખી દુનિયા મળી સંતોષ નથી,
    કદાચ મને સંતોષ જોઈએ,
    તજવીજ તારી અદલાબદલી ની,
    તો દીલ આપીને દીલ જોઈએ,
    નિરાશા તો મુદ્દલ પણ રાખી નથી,
    તોય જીવવાની માટે આશા જોઈએ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment