અશબ્દ રાત્રિ – પ્રિયકાન્ત મણિયાર
મટુકીને
જાણ કશી ન થાય
સુતેલ એવા જળને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઈપમાં લપાયલી
હેમંતની શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.
– પ્રિયકાંત મણિયાર
કવિ પાણી પીવા ઊઠે એમાય કવિતા 🙂
ઊર્મિ said,
December 1, 2008 @ 11:24 PM
વાહ… લાગે છે કે પેટમાં ગયેલા પાણીએ નહીં પણ ત્રીજે માળેથી પાઈપ વાટે નીચે સુધી ગયેલાં પાણીએ કવિની તરસ છિપાવી… 🙂
Lata Hirani said,
December 2, 2008 @ 7:43 AM
હા ભાઇ, કવિ જેના માટે ઉઠે એની કવિતા થાય..
pragnaju said,
December 2, 2008 @ 10:31 AM
આવી ઘટનાને જુ.ભાઈ આ રીતે વિચારે છે.
આ પાણી તેં ઢોળી દીધું છ તેમાં
વહી જશે આ સમય પ્રવાહી થૈ
તાણી જતો બાલવય ક્રમે ક્રમે-
તારું મને કેવળ ‘એ’નહીં ગમે!
કદાચ…
પાણી ઢોળી દીધું ને સાથે સાથે
અંધશ્રધ્ધાને પણ ઢોળી દીધી!
તમે પીધું ન પીધું ત્યાં ઢોળી દીધું ..!
જવા દો હવે.. તમે બોલી ના શક્યા હોઠોથી
અને
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઈપમાં લપાયલી
હેમંતની શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.
અજંપો મૂકી તવ હ્રદયમાં!
kantilalkallaiwalla said,
December 2, 2008 @ 12:13 PM
Well described small incident in best way. Poet has shown his imaginary power and observing power in the best way. congratulations.
Pinki said,
December 3, 2008 @ 4:06 AM
……………..
રાતની નીરવતા કવિહૃદયને વધુ સ્પર્શી ગઈ !!
શાંતિથી મટુકીમાં સૂતેલ જળને ઉઠાડવાનોયે ગમ –
ને વધેલું પાણી ઢોળતાં થયેલ અવાજ
જાણે હેમંતની શાંતિને ખલેલ પહોંચાડે છે.
પાણી જંપ્યુ ત્યારે જ કવિને હાશ થઈ-
ને આ સંવેદનશીલતા જ કવિને
પાણી પીવા ઊઠે ત્યારે ય કવિતા લખાવે જ ને .. !!!