એવી ખબર થોડી જ હોય? – અનિલ ચાવડા
એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?
હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?
જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?
મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?
ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?
ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?
– અનિલ ચાવડા
પ્રત્યેક શેર એક કહાની છે….. બળકટ ગઝલ
વિવેક said,
August 8, 2016 @ 3:27 AM
મજાની ગઝલ.. ફરી માણવી ગમી.
lata hirani said,
August 8, 2016 @ 4:26 AM
wonderful as usual…
KETAN YAJNIK said,
August 8, 2016 @ 4:34 AM
સવયવર ચિ શું કોને પસન્દ કરું?
Naresh Solanki said,
August 8, 2016 @ 6:30 AM
Vyatha
Smaran
Ichcha
Sapana
Jinadagi
Waah…..!!
Saryu Parikh said,
August 8, 2016 @ 9:52 AM
વાહ! સરસ ગઝલ.
પોએટ્રી ફેસ્ટિવલ, ફ્લોરિડામાં સાંભળવાનો આનંદ માણ્યો છે.
સરયૂ પરીખ
Mahesh Mehta District Education Officer said,
August 8, 2016 @ 1:09 PM
અનિલભાઈ ખુબ સરસ લખી છે ગઝલ. સહેજ પણ ભારેખમ લાગ્યું નહિ,પોતીકી લાગી આ ગઝલ
CHENAM SHUKLA said,
August 12, 2016 @ 5:16 AM
mazani gazal…waah
Kushal Dave said,
September 5, 2016 @ 6:48 AM
Kyaa Baat !!
jorrdarr !
Shivani Shah said,
August 29, 2017 @ 7:11 PM
વાહ કવિ..કહે છે ને કે ‘ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ !’