ગઝલ – બી. કે. રાઠોડ ‘બાબુ’
સૂરજને આપી છે કટકી,
પડછાયા ક્યાં જાશે છટકી ?
મૃગજળ અંતે ઊંઘી જાશે,
ઈચ્છા જેવું ભટકી ભટકી…
ઈશ્વરને પૂરી પથ્થરમાં,
લોકોએ પાડી છે પટકી…
સામે છે એને ચૂમી લે,
પાછળ શું જોવાનું અટકી..?
એને કોણ મનાવે જગમાં ?
ખુદની સાથે જેને ખટકી…
કાનો-કાનો રટતા રટતા,
ભીતર “હું”ની ફૂટી મટકી..
– બી. કે. રાઠોડ “બાબુ”
સુરેન્દ્રનગરના કવિમિત્ર શ્રી બી.કે.રાઠોડને તા. 13/12/2008ના રોજ નવી દિલ્હી ખાતે ડૉ. આંબેડકર નેશનલ ફેલોશિપ ઍવૉર્ડ એનાયત થયો છે ત્યારે કવિને અભિનંદન પાઠવવા ઉપરાંત એમની ટૂંકી બહેરની એક હમરદીફ-હમકાફિયા ગઝલ પણ માણીએ. કોઈપણ કાવ્યપ્રકાર સભાન કે અભાન અવસ્થામાં એના સમયગાળાના સમાજનું પ્રતિબિંબ ઝીલતો જરૂર જોવા મળે છે. અહીં મત્લાના શેરમાં જ ‘કટકી’ જેવો શબ્દ ગઝલને વધુ સમસામાયિક બનાવે છે. સર્વવ્યાપી ઈશ્વરને પથ્થરમાં કેદ કરી લઈ લોકોએ એની આબરૂ કાઢી છે એ વાત સૌરાષ્ટ્રની લોકબોલીના વાક્ય પ્રયોગ વડે કવિ સરસ કરી શક્યા છે. અને ગઝલનો અંતિમ શેર તો અનવદ્યપણે આસ્વાદ્ય થયો છે…
"koik" said,
December 18, 2008 @ 7:05 AM
મૃગજળ અંતે ઊંઘી જાશે,
ઈચ્છા જેવું ભટકી ભટકી…
સરસ, માણવા અને સમજવા જેવી ગઝલ છે
સુનિલ શાહ said,
December 18, 2008 @ 7:28 AM
સાચે જ મઝાની ગઝલ છે.
કુણાલ said,
December 18, 2008 @ 7:56 AM
એકેએક શેર ખુબ્બ જ સુંદર … !!
અને મક્તો તો વાહ!! મજાની વાત !!
ઊર્મિ said,
December 18, 2008 @ 8:09 AM
કાનો-કાનો રટતા રટતા,
ભીતર “હું”ની ફૂટી મટકી..
વાહ વાહ… આખી ગઝલ જ આ-ફ-લા-તૂ-ન છે…!!
કવિશ્રીને ઍવૉર્ડ અને ગઝલ બંને માટે હાર્દિક અભિનંદન…!
pragnaju said,
December 18, 2008 @ 8:31 AM
કાનો-કાનો રટતા રટતા,
ભીતર “હું”ની ફૂટી મટકી..
આધ્યાત્મનો સાર .લોકો ઉંચા બી.પી થી પીડાય છે. પરંતુ ઈ.પી. -ઈગો પ્રેસર અહમના દબાણની પીડા તેના કરતાં વિશેષ હોય છે. આ અહંકારનું ઊર્ધ્વીકરણ એ સફળતા અને આનંદની ચાવીરૂપ આધ્યાત્મિકતાનું ધ્યેય છે. છતાં લોકો આ અહંકારની સમસ્યા પર વિજય મેળવવાની રીત તથા સાધનો જાણતા નથી.
– બી. કે. રાઠોડ “બાબુ’ ને ગઝલ અને નેશનલ ફેલોશિપ ઍવૉર્ડ બ્દલ અભિનંદન
pankaj trivedi said,
December 18, 2008 @ 1:13 PM
માનનીય કવિશ્રી બી. કે. રાઠોડ સાહેબને એવોર્ડ માટે અભિનન્દન. ગઝલ લખવામાઁ તો તેઓશ્રી માહિર છે જ. ધન્યવાદ.
– Pankaj Trivedi
વિનોદ દવે said,
December 18, 2008 @ 1:24 PM
સમયના કટકે કટકે એક વણ-કલ્પેલ આશ્ચર્ય મળે તે આ ગઝલ.
uravshi parekh said,
December 18, 2008 @ 6:59 PM
અભિનન્દન…
કાનો કાનો રટ્તા રટતા
ભિતર હુઁ નિ મટકી ફુટી,
ઘણુ જ સરસ..
sudhir patel said,
December 18, 2008 @ 8:01 PM
કવિ શ્રી બી. કે. ને સુંદર ગઝલ અને એવોર્ડ બદલ હાર્દિક અભિનંદન!
સુધીર પટેલ.
ધવલ said,
December 18, 2008 @ 8:58 PM
અભિનંદન !
GAURANG THAKER said,
December 21, 2008 @ 10:56 PM
કવિ ને અભિનદન્ ને સરસ ગઝલ…વાહ…લગે રહો.બાબુજી….