શક્યતાનું દ્વાર છે – હર્ષા દવે
એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.
આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,
વાંસળીનો એ પછી વિસ્તાર છે.
આટલું ભળભાંખળું તો થઈ ગયું,
ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ?
રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !
એક ટહુકા પર બધો આધાર છે.
એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.
– હર્ષા દવે
કવયિત્રીઓ આપણી પાસે આમે ગણી-ગાંઠી. અને એમાં પણ મજબૂત કવયિત્રી ? આવામાં આવી સશક્ત ગઝલ લઈને એક નવું નામ આપણી વચ્ચે આવે ત્યારે ગઝલ રળિયાત થતી જણાય. છમાંથી પાંચ શેર તો નકરી પોઝિટિવિટિના.
બધા જ શેર અદભુત છે પણ મારે તો મીરાંની વાંસળી જ સાંભળવી છે. મીરાં જે ઘડીએ મીરાં મટી જાય, ભક્તિમાં લીન થઈ જાય, પોતાનું દુન્યવી અસ્તિત્વ ઓગાળી એ ઘડીએ એ સાક્ષાત્ કૃષ્ણ બની જાય છે. અને શેરની ખરી મજા ‘લાગલું’ શબ્દમાં છે. સાવ રોજબરોજની વાતચીતમાં વપરાતો શબ્દ કવિના પારસ-સ્પર્શે કેવો સોનાનો થઈ ગયો છે !
Rakesh Thakkar, Vapi said,
July 22, 2016 @ 1:11 AM
આશાનો સંચાર કરતી ગઝલ.
આટલું ભળભાંખળું તો થઈ ગયું,
ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ?
KETAN YAJNIK said,
July 22, 2016 @ 7:46 AM
સન્નિષ્ઠ ગઝલ
ભરત ત્રિવેદી said,
July 22, 2016 @ 7:47 AM
સુંદર ગઝલ. પ્રત્યેક શેર પાણીદાર.
varij Luhar said,
July 22, 2016 @ 8:18 AM
Aek tahuka par badho aadhar chhe..
Khub saras Gazal..aasvad pan
નિનાદ અધ્યારુ said,
July 22, 2016 @ 8:46 AM
એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.
શું શેર છે ….!!
અભિનંદન !
Saryu parikh said,
July 22, 2016 @ 1:47 PM
Wah! Bahu saras.
Saryu Parikh
La Kant Thakkar " કંઈક ' said,
July 22, 2016 @ 4:04 PM
” એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.”
કેમ , ‘વહેરે મને’ … “વ્હાલથી જીવન ઉમેરે……” એમ નહીં?
Sudhir Patel said,
July 22, 2016 @ 11:51 PM
Very nice Gazal!
Gaurang Thaker said,
July 23, 2016 @ 7:09 AM
Waah waah.. khub saras ghazal..
Dinesh Pandya said,
July 25, 2016 @ 8:50 PM
વિવેક ભાઈ
સુંદર ગઝલ, કાબીલ-એ-દાદ! ગઝલ અને તમારું એને ખોલવું. ખરેખર “નકરી સકારાત્મકતા ” શરુઆતથી જ,
“એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.”
અભિનંદન! ગઝલકારને અને તમને પણ.
દિનેશ પંડ્યા
Dinesh Pandya said,
July 25, 2016 @ 8:58 PM
વિવેક ભાઈ
સુંદર ગઝલ! કાબીલ-એ-દાદ, ગઝલ અને તમારું એને
ખોલવું – “નકરી સકારાત્મકતા” શરુઆતથી જ
“એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.”
અભિનંદન ! ગઝલકારને અને તમને પણ.
દિનેશ પંડ્યા
Rohit kapadia said,
July 28, 2016 @ 7:50 AM
બહુ જ સરસ રચના. આપણી બારી ખુલી રાખી અને પારાવાર અજવાસનાં સ્વીકારની વાત હકારાત્મકતાનો ખૂબ જ સુંદર સંદેશ આપે છે.
jigna trivedi said,
July 31, 2016 @ 10:28 AM
વાહ ! ખૂબ સરસ ગઝલ.
Niles Rana said,
August 25, 2016 @ 6:45 PM
Kabil-e-dad Gazal
Sureshkumar Vithalani said,
October 11, 2018 @ 1:41 PM
અત્યંત સુંદર ગઝલ. કવયિત્રીશ્રીને અંત:કરણથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.