ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ

એક અમસ્તી શક્યતા – જવાહર બક્ષી

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

– જવાહર બક્ષી

4 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    July 11, 2016 @ 8:52 AM

    આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
    કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

    આ પંક્તિ આપણને પણ ઉતાવળા કરી મૂકે છે. કોઈ હમણાં આવશે – ની વાટ બધું છિન્ન-ભિન્ન કરી નાખે એવી છે.

    સુંદર દોહા-ગઝલ ..!

  2. Yogesh Shukla said,

    July 11, 2016 @ 9:43 AM

    સુંદર રચના કવિ શ્રી ,
    એક એક શેર દમદાર અને ખાસ ,,,,,કરીને આ શેર ,

    દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ
    રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

  3. Chintan Acharya said,

    July 11, 2016 @ 12:47 PM

    ખુબ્ સુન્દર !

    સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
    આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

  4. વિવેક said,

    July 12, 2016 @ 3:07 AM

    કેવી મજાની રચના !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment