પાંદડીશી હોડી – ચંદ્રવદન મહેતા
પાંદડીશી હોડી રે હો, પાંદડીશી હોડી !
જળમાં તરવા છોડી રે હો, પાંદડીશી હોડી !
તણખલાનું હલેસું ને રેશમની છે દોરી
પવનનું પારેવું હું તો મારો મારગ ધોરી.
પાંદડીશી હોડી…
ચાંદરણાનું પાથરણું ને એમાં ટપકી તારા
શાંતિને સળકાવે મારા હૈયાના ધબકારા.
પાંદડીશી હોડી…
– ચંદ્રવદન મહેતા
‘કવિ શું કહેવા માંગે છે?‘ની લપ્પનછપ્પન છોડીને માત્ર કાન ને કલ્પનાના ઉપયોગથી માણવાયોગ્ય નિતાંત મુલાયમ ગીત.
pragnaju said,
November 16, 2008 @ 7:05 PM
ચાંદરણાનું પાથરણું ને એમાં ટપકી તારા
શાંતિને સળકાવે મારા હૈયાના ધબકારા.
પાંદડીશી હોડી…
સુંદર
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે
…. જડ હૈયામાં ચેતન જેવું સંચારો ને!
Pravin Shah said,
November 17, 2008 @ 10:46 AM
સુંદર ગીત !
uravshi parekh said,
November 18, 2008 @ 8:14 PM
નજુક નમણુ ગીત.
બધુ જ નાજુક અને નમણુ નમણુ,શબ્દો પણ…