ગઝલ – ભાવિન ગોપાણી
પાથરે છે યાદ, ચ્હેરા ચીતરીને
ઘરની ભીંતો પરથી ચૂનો પણ ખરીને.
કહી ગયો અંધાર આ શું કરગરીને ?
સૌ દીવા પાછા ફર્યા જાતે ઠરીને.
આપ જે માણી રહ્યા છો નાચ જેવું,
કોઈનું એ જીવવું છે થરથરીને.
વૃક્ષ જેવા વૃક્ષથી નારાજ થઈને,
રોડ પર આવી ગયાં ફૂલો ખરીને.
ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
દૂરનું રણ જોઈને જો ખુશ થયા તો,
આંગણે આવી જશે એ વિસ્તરીને.
– ભાવિન ગોપાણી
ઉંબરા પર પગ મૂકતાં જ ઓરડો કેવો હશે એનો ક્યાસ આવી જાય છે એમ જ ભાવિન ગોપાણીના ‘ઉંબરો’ સંગ્રહમાંની આ ગઝલના ઉંબરે – પહેલા શેર આગળ ઊભતાં જ આખી ગઝલનો અંદાજ આવી જાય છે. ભીંત પરથી અનિયમિત આકારમાં ચૂનો ખરે અને એમાં કોઈનો ચહેરો યાદ બનીને પથરાતા હોય એ એક કલ્પન જ આખી ગઝલની રેખાકૃતિ ચીતરી આપે છે. આંધારાની વિનંતીને માન આપીને જાતે ઠરી જતા દીવા પણ દાદ માંગી લે છે. સમય સાથે ખરી જતાં ફૂલોની હકીકતને નારાજગી સાથે સાંકળી લેવાનું કમાલ ચિત્ર દોર્યા બાદ કવિ ખરી કમાલ તો ‘રોડ પર આવી જવું’ રુઢિપ્રયોગને બેવડા અર્થમાં જે રીતે પ્રયોજે છે એમાં કરે છે…
કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઉંબરો’નું લયસ્તરોના ઉંબરે સહૃદય સ્વાગત છે….
Neha said,
June 11, 2016 @ 3:24 AM
Eke ek sher aaswaady..
nava sangrah ne aavkaarie chhie Bhavinbhai.
lakhta raho .
CHENAM SHUKLA said,
June 11, 2016 @ 3:26 AM
વાહ કવિ ..અભિનંદન ગઝલ-સંગ્રહ માટે
rekha said,
June 11, 2016 @ 4:27 AM
મજાનીગઝલ…ખુબ ખુબ અભિનન્દન ભાવિનભાઈ
harish vyas said,
June 11, 2016 @ 4:59 AM
વાહ અભિનન્દન્
Vikas Kaila said,
June 11, 2016 @ 5:35 AM
વાહ કવિ
અભિનંદન
નિનાદ અધ્યારુ said,
June 11, 2016 @ 5:39 AM
સૌ દીવા પાછા ફર્યા જાતે ઠરીને.
ઘરની ભીંતો પરથી ચૂનો પણ ખરીને.
ખૂબ સુંદર અભિવ્યક્તિ !
ભાવિનભાઈ ને અભિનંદન અને શુભેચ્છાઓ ..!
લલિત ત્રિવેદી said,
June 11, 2016 @ 3:16 PM
પ્રિય ભાવિનભાઈ,
સરસ ગઝલ….અભિનંદન.
નવાં સંગ્રહનું સ્વાગત
Lata kanuga said,
June 11, 2016 @ 10:47 PM
ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
વાહ વાહ કયા બાત..
ખુબ સુંદર ગઝલ
Yogesh Shukla said,
June 11, 2016 @ 11:01 PM
સુંદર રચના ,…
Rakesh Thakkar, Vapi said,
June 15, 2016 @ 8:59 AM
સરસ ગઝલ….
દૂરનું રણ જોઈને જો ખુશ થયા તો,
આંગણે આવી જશે એ વિસ્તરીને.
અભિનંદન.
સંગ્રહનું સ્વાગત
Laxmiakant Thakkar said,
June 16, 2016 @ 1:45 PM
“સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.”
જાતમાન્ ઓગળેી ‘સ્વ’ને ઉપ્લબ્ધ થવાનુઁ છ્હે
Laxmiakant Thakkar said,
June 16, 2016 @ 1:51 PM
“ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.” મનનેી સોચને, શેીર્ષાસન
કરાવવાથેી ઘણેી વખત આવેી સમસ્યાઓ નિઃષેશ ….
jadav nareshbhai said,
August 16, 2016 @ 2:23 AM
ગઝલ : તા. ૧૩/૦૮/૨૦૧૬
ગઝલ લખવી છે …..
બસ તારાજ નામે મારે ગઝલ લખવી છે ;
ને તારા જ પ્રેમની ઈમારત ચણવી છે :
આમ મળે જો જીવનભર સાથ તારો હવે ;
આખીય જિંદગી તારા નામથી તરવી છે ;
સાવ ફિક્કુ, ફિક્કુ લાગે છે,બસ તારા વિના ય :
એક તારા જ પ્રેમની મીઠાશ ભરવી છે ;
તું જ મારા જીવનમાં પ્રેમનો બાગ છે હવે ;
બસ તારા જ પ્રેમની લહેર માણવી છે :
એટલે જ આ ગઝલ ય તારા નામથી લખી છે;
“ જાન” મારી આ ગઝલ અમર કરવી છે :
કવિ : “જાન “
જાદવ નરેશ
મલેક્પુર (વડ)
મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪
:ગઝલ : તા. ૧૩/૦૮/૨૦૧૬
સાવ નવરા (તરહી) ગઝલ …..
સાવ નવરા જ બેસી રહેવું પોષય નહી ;
ને કોઈના ઓટલા તોડવા પોષય નહી :
ઓટલા પર બેસી ગપાટા મારીએ એથી શું ;
ને કોઈના કાન ફોડવા જ પોષય નહી ;
સાવ અર્થવગરની નકામી વાતો હોય છે ;
આમ ખોટા લફારા ઝુડવા પોષય નહી ;
કંઈ ઉપજે નહી જ ક્શોય સાર ત્યાં જુઓ :
આમ ખાલી રોફ મારવા ય પોષય નહી ;
અરે ગપાટા જ મારીને આખર શું મળે છે ;
“જાન “ બીજામાં વેર રોપવા પોષય નહી ;
કવિ : “જાન “
જાદવ નરેશ
મલેક્પુર (વડ)
મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪