ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.
વિવેક મનહર ટેલર

અધીરો છે ઈશ્વર – અનિલ ચાવડા

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.

કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.

સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે.

કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.

– અનિલ ચાવડા

દરેક શેર એક કહાની છે….

13 Comments »

  1. Yogesh Shukla said,

    June 6, 2016 @ 12:36 AM

    પહેલોજ શેર બહુજ દમદાર છે , સુંદર રચના

    અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
    તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

  2. ભરત ત્રિવેદી said,

    June 6, 2016 @ 7:57 AM

    કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
    ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.

  3. Saryu Parikh said,

    June 6, 2016 @ 4:01 PM

    વાહ! અનિલભાઈ,
    ખુબ જ સરસ, ગહન, સુંદર રજુઆત.
    સરયૂ પરીખ્

  4. નાનકડી પ્યાલીમાં સાગર ! | Girishparikh's Blog said,

    June 6, 2016 @ 7:49 PM

    […] અનિલ ચાવડાની “અધીરો છે ઈશ્વર” ગઝલની લીંકઃ https://layastaro.com/?p=13806 […]

  5. Pravin Shah said,

    June 7, 2016 @ 3:54 AM

    Khub sundar rachana Anil bhai…

  6. chandresh said,

    June 7, 2016 @ 4:55 AM

    કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
    બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.
    ખુબ સરસ

  7. હસમુખ રાઠોડ said,

    June 7, 2016 @ 11:12 AM

    સુંદર,ગહન અને સચોટ દમદાર રચના ..

  8. Anil Chavda said,

    June 11, 2016 @ 3:18 AM

    Thank You…. layastaro ni Samagra Team No Aabhar

  9. વિવેક said,

    June 11, 2016 @ 8:39 AM

    આ ગઝલ અનિલની બ્રાંડ-એમ્બેસેડર ગઝલ પણ ગણી શકાય… અદભુત લોકચાહના પામેલી રચના… અનિલે મને કહ્યું હતું કે ચમચીવાલો શેર એક એસટી બસની અંદર લખવામાં આવ્યો હતો. શેર જ્યારે લોકોક્તિ કે કહેવતની કક્ષાએ પહોંચે એ કવિની સર્વોચ્ચ ઉપલબ્ધિ….

  10. Nilesh Bandhiya said,

    June 23, 2016 @ 1:00 AM

    અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
    તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

    પહેલાં બોલમાં જ સિક્સ ફટકારી દીધો…

    ઈશ્વર સૌને આપવા તૈયાર જ છે. અનિલભાઈએ સાચું કહ્યું આપણી પાત્રતા પણ હોવી જોઈએ અને તૈયારી પણ…

  11. Triku C Makwana said,

    June 24, 2016 @ 6:24 AM

    વાહ, ખુબ જ સરસ.

  12. jadav nareshbhai said,

    July 2, 2016 @ 5:19 AM

    :-ગઝલ :-
    ૧. (ગાલગાગા – ગાલગા) – રમલ છંદ
    તું જ મારો ……
    “ તું જ મારો સાથ છે ;
    આ જ જોને ખાસ છે:
    હોય જો તું દૂર તો ;
    ક્યાં ય કોઈ પાસ છે:
    મુજથી કા દૂર છે:
    તું જ મારો શ્વાસ છે ;
    દિલમાં તું હોય તો :
    મુજ ને જો આશ છે ;
    હોય જો તું પાસ તો ;
    દિલમાં જો ખાસ છે : “
    “ કવિ “ જાન” – જાદવ નરેશ
    મો.નં. ૯૯૨૪૬૧૦૧૨૪

    ૨. દેખ તારા … (ગઝલ) – (મનહર છંદ)

    દેખ તારા બોલવામાં જોને કેવી મીઠાશ છે ;
    બસ આમ દિલમાં ય મને ખુબ હાશ છે :
    આમ તું બોલેને જાણે શબ્દોના ફુલ વરસે;
    દિલમાં મારા શબ્દોના ફુલોની સુવાસ છે :
    તું કહી દેને કે હું ય બસ એક તારી જ છું ;
    જો ને મારા દિલમાં કેટલી હળવાસ છે:
    ક્યારેક ક્યારેક ભલે તારાથી દૂર થવાય ;
    પણ મારા હૈયાનો તું એક સહવાસ છે :
    કોઈના ય પર ભરોસો નથી કરવો હવે;
    બસ એક તું મારા પ્રેમની સાચી આશ છે:

  13. VISHAL JOGRANA said,

    August 6, 2016 @ 4:38 AM

    તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment