કેફ – – હરીન્દ્ર દવે
તારા વિખરાયા વાળને સમાર નહીં
સહેજ મને જોવા દે થાક આ સવારનો
સૂરજનું રૂપ ઓર નીખરે છે, દેખ એનો
ચહેરો વાદળની આરપારનો
સાંજના જે કોરો હતો શેઢો સવારે
જેમ લીલા અંગરખાને પહેરે !
વરસાદી નેહ આખી રાત ઝીલી લીધો,
એની ભીની સુવાસ હજી ચહેરે,
આવનારી ભરતીનો કેફ એમાં છલકે છે,
હોયને ભલે આ સમો ઝારનો…
આખી રાત હેત તણા પડદા વચાળે
થયું મોસૂંઝણું સૂતરનો ધાગો,
મટકું માર્યું ન સારી રાત છતાં અડકીને
કિરણો કહે છે હવે જાગો,
સાવ રે સપૂચા જિતાઈ, જાંણીજોઈ
ખેલી જુઓને દાવ હારનો….
– હરીન્દ્ર દવે
પ્રથમ બે પંક્તિઓએ જ મને ઘાયલ કરી નાખ્યો…રળિયામણું ગીત…..
CHENAM SHUKLA said,
May 30, 2016 @ 1:58 AM
અનોખું ગીત…
KETAN YAJNIK said,
May 30, 2016 @ 4:41 AM
” આ તો સહેજ પાલવ અડક્યાનો વહેમ ”
હ્ દ્.
Vineshchandra chhotai said,
May 30, 2016 @ 10:08 AM
bahuj sari vat ,rajuvat bahuj sari
VISHAL JOGRANA said,
August 6, 2016 @ 5:10 AM
તારા વિખરાયા વાળને સમાર નહીં
વાહ ખૂબ સરસ રચના,,,
કેતન 'સ્પર્શ' said,
August 9, 2016 @ 12:36 AM
અદ્દભુત… શબ્દે શબ્દે શૃંગાર નીતરે છે…..