કંકુ ને ચોખા – મનોજ ખંડેરિયા
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે બાકસના ખોખા
લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપના છે સુક્કા મલોખા
તું તરસ્યાને આપે છે ચીતરેલા સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા
– મનોજ ખંડેરિયા
નિનાદ અધ્યારુ said,
May 23, 2016 @ 2:19 AM
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
વિવેક said,
May 23, 2016 @ 3:11 AM
આટલી યાદગાર ગઝલ લયસ્તરો પર નહીં હોય એવો વિચાર તો સ્વપ્ને પણ નહીં આવે.,..
વાહ ! મજા આવી…
KETAN YAJNIK said,
May 23, 2016 @ 4:01 AM
પણ છતાં હારી થાકીને તું અને તારી પાસે જ
ધવલ said,
May 24, 2016 @ 9:52 AM
પહેલો શેર તો અદભૂત !
Jayshree said,
May 24, 2016 @ 2:31 PM
ખરેખર, આ ગઝલ હજુ હમણાં આવી લયસ્તરો પર? અને ટહુકો પર આ ગઝલ મેં લયસ્તરોને dedicate કરી હતી..! 🙂
Yogesh Shukla said,
May 26, 2016 @ 11:10 AM
કવિ શ્રી ના નામ પ્રમાણે ની ઉચ્ચ કોટીના શબ્દોવાળી રચના ,
Darshit Abhani said,
May 21, 2017 @ 2:54 PM
waaah. mast