કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
અનંત રાઠોડ “અનંત”

દુહા – ઉદયન ઠક્કર

લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ

સરવર ઝાંખું થાય ને કાંઠાઓ કજરાય
ખોબે ખોબે પી લિયો, સાંજ સુકાતી જાય

ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ ?

કદી કદી રિસામણાં, કદી કદી મેળાપ
બચપણના બે ગોઠિયા, અજવાળું ને આપ

સાંજ ઢળે, આકાર સૌ નિરાકારમાં જાય
ગોકુલ સરખું ગામડું શ્યામલવરણું થાય

રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ !

જળ પર વહેતાં જોઈ લો, વનસ્પતિનાં મૂળ
મુંબઈકર ઠક્કર મ્હણે, ઈથેચ માઝે કુળ

સુખ ને દુ:ખનો પ્રાસ તો સરખેસરખો હોય
બે અક્ષરની બીચમાં, જો કે, થડકો હોય

– ઉદયન ઠક્કર

પ્રત્યેક ‘દુહો’ એક અલગ કહાની કહે છે….. નવતર પ્રયોગ…

11 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    May 16, 2016 @ 6:13 AM

    NICE
    સુખ ને દુ:ખનો પ્રાસ તો સરખેસરખો હોય
    બે અક્ષરની બીચમાં, જો કે, થડકો હોય

  2. CHENAM SHUKLA said,

    May 17, 2016 @ 1:24 AM

    રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
    લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ….વાહ વાહ

  3. NAREN said,

    May 17, 2016 @ 3:15 AM

    ખુબ સુન્દર રચના

  4. ભરત ત્રિવેદી said,

    May 17, 2016 @ 8:28 AM

    દુહા માં તો ચિનુ મોદી અને ઉદયન ઠક્કર ! બીજાઓ તો લખે ને લખ્યા કરે .

  5. vimala said,

    May 17, 2016 @ 2:13 PM

    “રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
    લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ !”

  6. વિવેક said,

    May 19, 2016 @ 8:22 AM

    સાચી વાત… બધા જ દુહા મજાના છે… વાહ કવિ !

  7. Yogesh Shukla said,

    May 20, 2016 @ 4:37 PM

    વાહ કવિ શ્રી વાહ,….

    રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
    લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ !

  8. Yogesh Shukla said,

    May 20, 2016 @ 4:45 PM

    બહુજ અદ્ભુત પંક્તિઓ સાથે ની રચના ,

    વાહ કવિ શ્રી વાહ,….

    મને કઈ લખવાનું મન થયું
    જો આહી રામ મંદિર બનાવવાની હોય મનાઈ,
    તો શું હું દ્વાર પર રામ પાદુકા લઈને ઉભો રહું ભાઈ ,
    ” યોગેશ શુક્લ “

  9. La' Kant Thakkar said,

    May 22, 2016 @ 10:17 AM

    “…મુંબઈકર ઠક્કર મ્હણે, ઈથેચ માઝે કુળ” (આકાશ મધે પન માજે મૂળ )
    સુખ ને દુ:ખનો પ્રાસ તો સરખેસરખો હોય ( ઠક્કર સે લેના ‘ટક્કર’ સોચકર’)
    બે અક્ષરની બીચમાં, જો કે, થડકો હોય ( દો સાન્સોંકે બીચ મેં,…… હોય

    (– ઉદયન ઠક્કર) (-લા’કાન્ત ઠક્કર )

  10. Udayan Thakker said,

    June 3, 2016 @ 12:24 PM

    લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય
    ઓહો! દર્શન થઈ ગયાં! બોલે જાદવરાય

  11. વિવેક said,

    June 4, 2016 @ 1:55 AM

    @ ઉદયનભાઈઃ

    આ દોહો પણ ઉમેરી દઈએ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment