ગઝલ – પ્રમોદ અહિરે
શબદ તો કામ લાગે પ્રાસ માટે,
મને તો જોઈએ છે શ્વાસ માટે.
ફકત કાયામાં હું આવી શકું નહિ,
સકળ બ્રહ્માંડ દે આવાસ માટે.
રહું છું ઘરમાં ઘરથી પર રહીને,
તો શાને જાઉં વન વનવાસ માટે ?
તું પણ સંતોષ પામ્યો, એ તું જાણે,
લખું છું હું તો મારી પ્યાસ માટે.
હું પણ ગીતા છું તું વાંચી શકે તો,
હું પુસ્તક ના બનું વિશ્વાસ માટે.
– પ્રમોદ અહિરે
સુરતમાં ઘણા મજબૂત ગઝલકારો માત્ર એમની નિર્લેપતા અને કંઈક અંશે આળસના કારણે ગઝલપ્રેમીઓની નજરથી અછતા રહી ગયા છે. પ્રમોદ અહિરે એમાંના એક. એક-એક શેર હાથમાં લો. કવિએ કાફિયા કેવા ચપોચપ નિભાવ્યા છે એ જુઓ. કવિની ખુમારી જુઓ. બધા જ શેર લાંબા સમય સુધી તમારા મનોમસ્તિષ્ક પર કબજો કરી રાખે એવા બળવત્તર.
Jigar said,
April 29, 2016 @ 3:31 AM
very nice !!
Rakesh Thakkar, Vapi said,
April 29, 2016 @ 4:17 AM
આ કવિની વાત જ ન્યારી છે
તું પણ સંતોષ પામ્યો, એ તું જાણે,
લખું છું હું તો મારી પ્યાસ માટે.
Sureshkumar G. Vithalani said,
April 29, 2016 @ 7:16 AM
Very nice Gazal, indeed. Congratulations to Shri Pramod Ahire and thanks to him and you for sharing.
સુનીલ શાહ said,
April 29, 2016 @ 7:31 AM
વાહ…ખૂબ સુંદર અભિવ્યક્તિ
La' Kant Thakkar said,
April 29, 2016 @ 9:58 AM
.
“…લખું છું હું તો મારી પ્યાસ માટે.”
“મને તો જોઈએ છે શબદ શ્વાસ માટે.”
આ વાતોને સુ-સંગત “કંઈક”…..
કવિનો શબ્દ
કવિ હકીકતમાં, ભીતરમાં ઠરેલ,શાંત હોતો હોય છે.
એટલેજ કવિ કહે છે :
હું ભીડનો માણસ નથી, એકાંતનો જીવ છું!
કલ્પના મારો શોખ છે!એ મને નવા નવા રસ્તે,
આકાશની પેલી પાર લઇ જાય છે.એનો ના કોઈ આરંભ છે ન અંત !
***
કવિ
કવિ , એટલે જ,
કલ્પના
ભાવ-
લાગણી
સંવેદના
અનુભૂતિની
અભિવ્યક્તિ.
***
. કવિકર્મ /કવિ
કવિનો પ્રયાસ હોય છે, હમેશાં સંગીન કો’ તંતુ,
જોડી આપવાનો તમારી પોતાની જાત સાથે!
સવાલ તો મૂળ હોતો હોય છે-તમારી ભીતરના,
કેન્દ્ર-બિંદુના કૌવતને સહી ઉજાગર કરવાનો,
મનપસંદ રંગોના આકાશમાં ઉડવાનું મળે !.
એવું સદભાગી પંખી તો કોઈકજ હોતું હોય છે!
ઊંચી ઉડાન જેવી પાંખો બધા પાસે નથી હોતી.
કવિ તો કલ્પનાના ‘જીવંત’ રંગો પૂરીજ લે છે,-
કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન-તત્વ ,
શબ્દ-સંજીવની-તત્વ, તેને સદા વર્તે જીવન-સત્વ
— લા’ કાન્ત /૨૯.૪.૧૬
લલિત ત્રિવેદી said,
May 5, 2016 @ 2:26 PM
સુંદર ….અનોખી ..ગઝલ ..
Yogesh Shukla said,
June 2, 2016 @ 4:09 PM
આ શેર સુન્દર લગ્યો
હું પણ ગીતા છું તું વાંચી શકે તો,
હું પુસ્તક ના બનું વિશ્વાસ માટે.