ઊઠે છે – સ્નેહી પરમાર
તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.
બાકી સઘળે ઊઠે છે તે બજવાળું
અજવાળું તો એની ફરતે ઊઠે છે
ઊઠીને તેં શું ઉમેર્યું પૃથ્વીમાં ?
રોજ સવારે અમથું અમથું ઊઠે છે.
ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.
ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે.
– સ્નેહી પરમાર
બગસરાથી કવિમિત્ર સ્નેહી પરમાર એમનો બીજો ગઝલસંગ્રહ “યદા તદા ગઝલ” લઈ આવે છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત અને અઢળક મબલખ સ્નેહકામનાઓ…
Snehi parmar said,
April 30, 2016 @ 2:08 AM
લયસ્તરો તો પોતાનું આંગણું. પોતાના આંગણે તો જમીન થી થોડા ઊંચા ઉભા હોઈએ તેવું લાગે .
આભાર વિવેક ભાઈ
મીના છેડા said,
April 30, 2016 @ 2:13 AM
ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.
વાહ!
CHENAM SHUKLA said,
April 30, 2016 @ 7:33 AM
ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે…….આ શેર વાંચીને તો એમજ થાય બેસી રહેવું છે અહિયાં
chandresh said,
May 2, 2016 @ 8:05 AM
તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.
સરસ !!!
Rakesh Thakkar, Vapi said,
May 4, 2016 @ 7:33 AM
Nice
તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.
લલિત ત્રિવેદી said,
May 5, 2016 @ 2:24 PM
વાહ…સ્નેહીજી…
HATIM THATHIA BAGASRAWALA said,
May 9, 2016 @ 12:44 PM
Snehi armar Saheb ni Rachanao no hun Chahak Chhun.Ya da Tada Gazal na Prakashan ni wela Hardeek Shubhechha.
Yogesh Shukla said,
June 2, 2016 @ 4:07 PM
કવિ શ્રી સલામ તમને આ શેર માટે , ગુઢ અર્થ માટે
ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.