બની જા! – શ્યામ સાધુ
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!
એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!
મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!
ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!
આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!
હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!
– શ્યામ સાધુ
તાજગીપૂર્ણ રચના….
KETAN YAJNIK said,
April 13, 2016 @ 6:40 AM
સાધુ સાધુ
vimala said,
April 13, 2016 @ 5:22 PM
“એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!”
“હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!”
હા, ” સાધુ સાધુ “
La Kant Thakkar said,
May 9, 2016 @ 10:38 AM
“છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!”– – શ્યામ સાધુ
નાવિન્યસભર સારપૂર્ણ રચના….