ગઝલ – ધ્વનિલ પારેખ
વૃક્ષો એ વાતે ગભરાયાં,
ખર ખર ખર ખરવાની કાયા.
હદથી વધુ આ ક્યાં ફેલાયા ?
માણસથી છૂટે ના માયા.
જે પડછાયા થઈને ફરતા
માણસ સઘળા ક્યાં સમજાયા ?
જે ભીંતો બોલે છે સાચું,
સઘળા ખીલા ત્યાં ઠોકાયા.
– ધ્વનિલ પારેખ
આખી ગઝલ મજાની પણ પહેલો અને છેલ્લો શેર શિરમોર.
poonam said,
April 9, 2016 @ 5:24 AM
જે ભીંતો બોલે છે સાચું,
સઘળા ખીલા ત્યાં ઠોકાયા.
– ધ્વનિલ પારેખ – વાહ !
Bhadresh Joshi said,
April 9, 2016 @ 8:44 AM
Can I have all the comments?
Harshad said,
April 10, 2016 @ 12:46 PM
WOW !! Dhvanil its beautiful.
Rakesh Thakkar, Vapi said,
April 11, 2016 @ 8:24 AM
Nice
વૃક્ષો એ વાતે ગભરાયાં,
ખર ખર ખર ખરવાની કાયા.
Yogesh Shukla said,
June 2, 2016 @ 4:22 PM
સીધી સરળ અને સૌ સમજી શકે એવી રચના ,,,,
જો હું વૃક્ષો માટે લખવા બેસું તો બે લીટી નીચે પ્રમાણે લખું ,
કપાતું એક એક વૃક્ષ હવે કહેશે ,
મનુષ્ય ઓક્સીજન વગર કેમ જીવશે ,
” યોગેશ શુક્લ “