ગઝલ – વ્રજેશ મિસ્ત્રી
તપ્ત યાદોથી સભર સહવાસનું
આંખ સામે છે નગર આભાસનું
ભીતરે પોલાણ વાગ્યે જાય છે
આયખું હો સાવ જાણે વાંસનું
કલ્પના કર મન પછી કેવું હશે ?
સ્વપ્ન ઝાકળમાં પડ્યું છે ઘાસનું
આંખમાં કણ જેમ ખૂંચે છે હવે
ક્ષુબ્ધ કાંટાળાપણું આ શ્વાસનું
– વ્રજેશ જયંતિલાલ મિસ્ત્રી
ધોમધખતા તાપથી તપી ઊઠેલું રણ એટલે મૃગજળની વસંતઋતુ. જીવતરનું રણ જ્યારે ખેદ અને વિચ્છેદના તાપથી તપે છે ત્યારે આવા ઉષ્ણ સહવાસની તપ્ત યાદો દૃષ્ટિપટ પર આભાસનું આખું નગર સર્જી દે છે. આંખના ખૂણાંઓ આ ઝાંઝવાથી ભીનાં થતા રહે છે. જીવતર આખું પોલું હોય એમ વાગતું રહે છે અને ક્ષોભિત શ્વાસ કાંટાની જેમ આંખમાં ખૂંચતા રહે છે….
Neela said,
October 26, 2008 @ 3:44 AM
Happy Diwali
Happy New Year.
KAVI said,
October 26, 2008 @ 6:09 AM
તપ્ત યાદોથી સભર સહવાસનું
આંખ સામે છે નગર આભાસનું
ભીતરે પોલાણ વાગ્યે જાય છે
આયખું હો સાવ જાણે વાંસનું
ગમ્યું
Harshad said,
October 26, 2008 @ 8:08 AM
Ekavan varsh vitya Bharat mukye chhatay hajuye e sahvas ni yadothi sabhar chhun. na, nahin, e abhas nathi, vastav chhe ek hakikat chhe,
Sundar ghzal, Abhar bhai vrajeshno ane nava varshna abhinandan
ડૉ. મહેશ રાવલ said,
October 26, 2008 @ 12:00 PM
ગહન વિષયને,સરળભાષામાં બયાન કરી સમજણની સહજ સપાટીએ લાવીને મૂકી દેવાનો કસબ,
ગઝલની તરલતા અને પ્રવાહિતાને અનેકગણી વધારી દે છે.
વિષય અને વિસ્તાર બન્ને ગમ્યાં-અભિનંદન…..!
અને,
આવતાં દિવસોનું અવસરપણું,સર્વ રીતે-સર્વને-સર્વાંગ સુખરૂપ નિવડો……..
લયસ્તરોના માધ્યમે,સર્વ વાચક,ભાવક,પ્રસંશક અને પથદર્શક દરેક સુજ્ઞજનને હૃદયપૂર્વક મુબારક!
-અસ્તુ.
pragnaju said,
October 26, 2008 @ 2:36 PM
આંખમાં કણ જેમ ખૂંચે છે હવે
ક્ષુબ્ધ કાંટાળાપણું આ શ્વાસનું
આ પંક્તીઓ ગમી
યાદ આવી
તનને દઝાડે, મન રંજાડે, એવી વાયે લૂ…
મૂરઝાતી મન-ઉપવનની કળીઓ, રેલેના ખુશબુ..
પીડાતી પ્રકૃતિ ગાતી રે.. , ઉના નીસાસીએ કવન…
ભીતર એકલતા ‘ને વિકળતા, ઉપર અગન લેપ..
એક તો પિયુની વિરહ પીડા, ‘ને બીજી પ્રસ્વેદ..
સાથી વિના સૂનું જીવન, સૂનાં સૂનાં ભાસે ભવન.
શુભ દીવાળી
અને
નૂતનવર્ષાભિનંદન
નવું વર્ષ આપ
સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સભર
નીવડો એવી
પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના
uravshi parekh said,
October 26, 2008 @ 8:23 PM
Happy diwali.
nutan varshabhinandan.
avtu varas aap sahu ne,arogyamayi,sukhdayi,yashdayi ane utrottar pragati karavatu rahe,aap sahu ni badhi ichhao puri thay,ane sahity vade apne sahu ekbijani najik rahi shakiye tevi prabhu pase prarthna.
રચના સરસ છે.આન્ખ સામે નગર છે આભાસ નુ,
ભિતર પોલાણ વાગ્યે જાય છે.
આયખુ હો સાવ જાણે વાસ નુ.
પન્ક્તિ ઓ સરસ છે.
ઉર્વશી પારેખ ના નુતન વર્ષાભિનન્દન.
Jina said,
October 27, 2008 @ 2:29 AM
આપ સૌને
શુભ દીવાળી
અને
નૂતનવર્ષાભિનંદન!!
Mansi Shah said,
October 27, 2008 @ 8:53 AM
Happy Diwali & Prosperous New Year to all!
Natver Mehta, Lake Hopatcong, New Jersey said,
October 27, 2008 @ 10:19 AM
સુંદર ગઝલ!!
થોડી ગુસ્તાખી કરવાનું મન થાય છે..તો માફ કરશો…!!
સુખ છે નયનોને તારા આભાસનું
તું છે સરનામું આવતી સુવાસનું..
ક્યાં સાચવું હું આવતી યાદોને ?
એજ એક સંભારણુ છે પ્રવાસનું..
વણી રહ્યો છું હું મારૂં કફન હવે.
ખેતર આજ વાવ્યું છે કપાસનું..
હું ખોવાયો છું મારા જ નગરમાં.
ને શોધી રહ્યો છું કારણ તપાસનું..
સહુ સાહિત્યપ્રેમીઓને નટવર મહેતાના દિવાળી મુબારક!!
નુતન વર્ષાભિનંદન
http://natvermehta.wordpress.com